ભાદરવા મહિનો:આવતીકાલથી ભાદરવા મહિનાની શરૂઆત થશે, આ મહિનો વરસાદથી ભરપુર રહે તેવા ગ્રહોના એંધાણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિનામાં 21 તારીખથી શ્રાદ્ધ શરૂ થશે, શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે
  • હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્ત્વ છે

તા.7 મંગળવારે વહેલી સવારે 4.31થી ભાદરવા માસનો પ્રારંભ થશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ માસ પિતૃ તર્પણ સાથે શ્રાદ્ધ માટેનો ગણાય છે. મિથુન લગ્નથી ઉદિત કુંડળી થાય છે. દ્ગિસ્વભાવ રાશિ ગણાય છે. આ માસમાં મહત્વના નિર્ણયો લેવા માટે અપરીપકવ રહેશે. આ માસમાં પાંચ મંગળવાર, બુધવાર આવે છે માટે મંગળ, બુધ ગ્રહનું વિશેષ પ્રભુત્વ બની રહેશે. મંગળ ગ્રહ મુળભુત કારકત્વ આગ, અકસ્માત, વાદ-વિવાદ ઝધડા માટે ગણાય છે માટે ઉપરોક્ત બાબતોનું ભાવિ નિર્માણ બને. બુધ ગ્રહનું મૂળભૂત કારકત્વ વેપાર, વ્યવસાય, લેખન, બેન્કિંગ ઇન્શ્યોરન્સ માટે ગણાય છે માટે ઉપરોકત બાબતે શુભ પરીણામો મળે. બારમાં સ્થાનમાં રાહુ ભ્રમણને કારણે છેતરપિંડી, લોભામણી જાહેરાત તેમજ દગા ફટકાબાજીના વધુ અશુભ પ્રસંગો જોવા મળે. ખાસ કરીને ઈ-ટ્રાન્જેક્શનમાં દરેક રહીશોએ સભાન રહેવું. જમીન-મકાન મિલકતના રોકાણો વધે પરંતુ અપેક્ષિત સોદાઓ ન થાય.

શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે
શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે

આર્થિક બાબતો માટે શુભ ગણી શકાય નહીં-
સરકારી અમલદારોને પોતાના નોકરીમાં પ્રમોશન, ઈજાફો મળી શકે. વાઈરલના રોગો વધુ વ્યાપક બને.વરસાદ એકંદર સારો પડે. વિદ્યાર્થીગણ માટે આ સમય મધ્યમ ગણી શકાય. ખાસ કરીને વિદેશી વ્યવહારોથી સંભાળવું. શેરબજારમાં લોકોના વ્યવહારો વધે પણ અપેક્ષિત આવકો વધે નહીં! સુદ પક્ષમાં તેરસનો ક્ષય થશે તથા વદ પક્ષમાં બીજની વૃદ્ધિ થશે. જ્યારે તા.20 ભાદરવી પૂનમ રહેશે. તા.21 ભાદરવા વદ એકમ શ્રાદ્ધનો પ્રારંભ થશે. જે તા.6 ઓકટોબર, બુધવારે સર્વપિતૃ અમાસ રહેશે જેને મહાલ્યા સમાપ્ત કહેવાય છે. અમાસ સર્વપિતૃ બની રહેશે.

હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્ત્વ છે
હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્ત્વ છે

આગામી તા.20 ભાદરવી પૂનમ સાથે શ્રાદ્ધ પક્ષની વિધિવત્ પ્રારંભ થશે-
હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ સદ્દપિતૃઓની સદગતિ માટે કરવામાં આવે છે અને તેમના આશિર્વચન પ્રાપ્ત કરી સંસારમાં સર્વ પ્રકારે સુખાકારી પ્રાપ્ત કરવા માટે તેમ જ સંતાનની વયોવૃદ્ધિ થાય તેના માટે શાસ્ત્રમાં સમજાવેલ છે. સનાતન ધર્મમાં દેવી-દેવતા, બ્રાહ્મણ, ગુરુજન, ગાય, નદી, તુલસી પાન વગેરેનું પૂજન કરવાની પરંપરા સમજાવેલ છે. વહેલી સવારે સ્નાદી પરવારી પીતળના કળશમા શુદ્ધ જળ ભરીને સૂર્યને અર્ઘ્ય આપી પીપળાના ઝાડ ઉપર દૂધ સાથે પાણી મિક્સ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા ફરતા-ફરતા "ઓમ નમો ભગવતે વાસુદેવાય" નો મંત્ર કરી સદ્દગત પિતૃને સદગતિ થાય તે ભાવથી કરવામાં આવે છે. ગાયને લીલું ઘાસ ખવડાવવુ, કૂતરાને દુધ પીવડાવુ, કાગડાને કાગવાસ નાખવો. ભિક્ષુકને ભોજન તેમજ બ્રાહ્મણને પૂજન, અર્ચન સાથે પ્રીતિ પૂર્વક ભોજનમાં ખીર, દૂધપાક કે સફેદ મિઠાઇ ખવડાવી અન્ય ભોજન કરાવવું તેમજ ભોજનના અંતે દક્ષિણા આપીને આશિર્વચન પ્રાપ્ત કરવા જોઈએ. આવા દિવસો દરમિયાન તમામ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો થતાં નથી. તેમજ મહત્ત્વના કિંમતી સોના-ચાંદીની ખરીદી કરતાં નથી, જમીન મકાન-મિલકતના દસ્તાવેજ ટાળવામાં આવે છે. આવા 16 દિવસ શ્રીમદ્દ ભગવદગીતાનો 15મો અધ્યાય, ગરુડ પુરાણ વાંચન, ગજેન્દ્ર મોક્ષનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનું ખુબ જ મહત્ત્વ આપણાં પૂર્વાચાર્યોએ સમજાવેલ છે.

શ્રાદ્ધની તિથિ અને દિવસો-

20 સપ્ટેમ્બર 2021ભાદરવા સુદ પુનમઅંબાજી નો મેળો
21 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ એકમએકમનું શ્રાદ્ધ
22 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ ૨ (બીજ)બીજનુ શ્રાદ્ધ
23 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ બીજત્રીજનું શ્રાદ્ધ
24 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ ત્રીજચોથનું શ્રાદ્ધ
25 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ ચોથપાંચમનું શ્રાદ્ધ
26 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ પાંચમછઠ્ઠનું શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ સાતમસાતમનું શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ આઠમઆઠમનું શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2021ભાદરવા વદ નોમનોમનું શ્રાદ્ધ
1 ઓક્ટોબર 2021ભાદરવા વદ દશમદશમનું શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2021ભાદરવા વદ અગિયારસઅગિયારસનું શ્રાદ્ધ
3 ઓક્ટોબર 2021ભાદરવા વદ બારસબારસનું શ્રાદ્ધ
4 ઓક્ટોબર 2021ભાદરવા વદ તેરસતેરસનું શ્રાદ્ધ
5 ઓક્ટોબર 2021ભાદરવા વદ ચૌદશ

અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ પામેલનું શ્રાદ્ધ

6 ઓક્ટોબર 2021ભાદરવા વદ અમાસ

અમાવસ્યાનું શ્રાદ્ધ, સર્વપિતૃ પિતૃનું શ્રાદ્ધ

આ સંપૂર્ણ માહિતી અમદાવાદના જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...