આજે શ્રાવણનો બીજો સોમવાર છે. તે શિવ-પાર્વતી પૂજાનો વિશેષ પર્વ છે. આ દિવસે વ્રત-ઉપવાસ અને ભગવાન શિવ-પાર્વતીના અભિષેક સાથે બીલીપાન અને ઔષધીઓથી પૂજા કરવાની પરંપરા છે. આજે તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્રોને મળીને 4 શુભયોગ પણ બની રહ્યા છે. તેમાં ખરીદદારી અને નવા કામની શરૂઆત કરવાથી સફળતા મળશે. આ સિવાય શ્રાવણ સોમવારે ઝાડ-છોડ પણ વાવવાની પરંપરા છે. આવું કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.
ખરીદદારી અને નવી શરૂઆત માટે મુહૂર્તઃ-
આજે સૂર્ય-ચંદ્રની સ્થિતિથી ઇન્દ્ર યોગ બની રહ્યો છે. સાથે જ સોમવાર અને અનુરાધા નક્ષત્રથી માનસ યોગ રહેશે. આ સિવાય સૂર્ય અને ચંદ્રના નક્ષત્રોથી રવિયોગ બનશે. ત્યાં જ, તિથિ, વાર અને નક્ષત્રોથી મળીને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ 4 શુભ યોગ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે ખૂબ જ ખાસ રહેશે. તેમાં જરૂરી લેવડ-દેવડ સાથે જ રિયલ અસ્ટેટમાં રોકાણ કરવાથી ફાયદો મળશે.
શ્રાવણના સોમવારે ઝાડ-છોડ વાવવા શુભ રહેશેઃ-
શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના સાથે જ વૃક્ષારોપણ કરવું સૌથી સર્વશ્રેષ્ઠ અને જલ્દી ફળ પ્રદાન કરનાર છે. ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણ સોમવારે કરવામાં આવતા વૃક્ષારોપણથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. તેનાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. આ દિવસે અશોક, આંબળા, તુલસી, ચંદન, પીપળો, વડ અને બીલીપાન સહિત અનેક પ્રકારના પૂજનીય અને ઔષધીય ઝાડ-છોડ વાવી શકો છો.
ચંદનઃ- આ છોડના રોપણથી ઘરમાં સમૃદ્ધિ, પ્રેમ-તાલમેલ તથા લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે અને ઘરમાં અધ્યાત્મિક તથા ભક્તિનો સંચાર થાય છે.
બીલીપાનઃ- તેનાથી ઘરમાં રોગનું આક્રમણ થતું નથી. જો ઘરમાં કોઈ રોગી હોય તો તેને જલ્દી જ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.
વડઃ- તેનાથી આકસ્મિક દુર્ઘટનાથી સુરક્ષા મળે છે અને નવગ્રહ જન્ય અનિષ્ટ પ્રભાવ દૂર થાય છે.
પીપળોઃ- આ ઝાડને બગીચામાં વાવવાથી ઘરના બધા જ ખરાબ પ્રભાવ જાતે જ દૂર થઈ જાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.