શ્રાવણ મહિનાના શનિવારે ભગવાન હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણના શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. સાથે જ શનિવારે રૂદ્ર મંત્રોથી હનુમાનજીનો અભિષેક અને પૂજા કરવી જોઈએ.
સ્કંદ પુરાણઃ હનુમાન પૂજાથી દુશ્મનો નષ્ટ થાય છેઃ-
આ પ્રકારે શ્રાવણ મહિનામાં શનિવારે હનુમાનજીની આરાધના કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. માનસિક અને શારીરિક રૂપથી મજબૂતી મળે છે. હનુમાનજીની કૃપાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવા લાગે છે. બુદ્ધિ અને વૈભવ વધે છે. દુશ્મન નષ્ટ થઈ જાય છે અને પ્રસિદ્ધિ મળે છે.
હનુમાનજીના 12 નામનો શ્લોકઃ-
हनुमानञ्जनी सूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोमितविक्रम:।।
उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:।लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
પૂજા વિધિઃ-
શુક્રવારની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું. તે પછી શનિવારે સવારે જલ્દી જાગીને સ્નાન કરી લેવું. કશું જ ખાધા-પીધા વિના સવારે જલ્દી હનુમાનજી મંદિર જવું. ભગવાનને પ્રણામ કરીને મનમાં જ પૂજાની મંજૂરી લેવી. તે પછી અભિષેક અને વિશેષ પૂજાનો સંકલ્પ લેવો. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને રૂદ્ર મંત્રોથી હનુમાનજીનો અભિષેક કરવો.
તે પછી તલના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીની મૂર્તિ ઉપર લેપ લગાવો. પછી ચંદન, ચોખા અને અન્ય સુગંધિત સામગ્રી ચઢાવો. આ સિવાય હનુમાનજીને જાસૂદ અને મદારના ફૂલ ખાસ કરીને ચઢાવવાં. ગોળ-ચણા કે અન્ય મીઠાઈનો ભોગ ધરાવવો. છેલ્લે હનુમાનજીના 12 નામનો જાપ કરો અને હનુમત્કવચનો પાઠ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.