• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Last Two Days Of The Worship Of Ancestors Will Be Shradh Of Chaturdashi On 5th And Pitru Paksha Will End On Sarvapitri Amavasya On 6th October.

પિતૃઓની પૂજાના છેલ્લાં 2 દિવસ:આજે ચૌદશનું શ્રાદ્ધ અને 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસના દિવસે પિતૃપક્ષ પૂર્ણ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, સર્વપિતૃ અમાસના દિવસે બધા જ પિતૃઓ માટે તર્પણ કરવાની પરંપરા

પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ખાસ કારણોમાં ખાસ શ્રાદ્ધ તિથિનું વિધાન છે. જેથી શંકાની સ્થિતિ ન રહે. 16 દિવસના શ્રાદ્ધ પક્ષના છેલ્લાં બે દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેમાં ચૌદશ અને અમાસનું ખાસ મહત્ત્વ છે. જે વ્યક્તિનું અકાળ મૃત્યુ એટલે પાણીમાં ડૂબવાથી, ઝેરના કારણે, શસ્ત્ર ઘાતના કારણે થાય છે એવા વ્યક્તિઓનું શ્રાદ્ધ ચૌદશના દિવસે કરવું જોઈએ. ત્યાં જ, જે લોકોની મૃત્યુ તિથિ જાણ ન હોય તો તેમનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિવસે કરવું જોઈએ.

પિતૃપક્ષની ચૌદશ અને અમાસ ખાસ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મૃત્યુનું કોઈ ખાસ કારણ હોય તો શ્રાદ્ધ પક્ષની નોમ, બારસ અને ચૌદશ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. જેથી પિતૃઓ માટે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય. જોકે, જે તિથિમાં પૂર્વજનું મૃત્યુ થાય છે તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ ખાસ કારણોમાં મૃત્યુ તિથિ નહીં પરંતુ તેનું કારણ મોટું માનવામાં આવે છે. સાથે જ, શ્રાદ્ધ પક્ષની ચૌદશ અને અમાસ પણ ખૂબ જ ખાસ હોય છે.

આજે દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, સર્વપિતૃ અમાસના દિવસે બધા જ પિતૃઓ માટે તર્પણ કરવાની પરંપરા
આજે દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, સર્વપિતૃ અમાસના દિવસે બધા જ પિતૃઓ માટે તર્પણ કરવાની પરંપરા

ચૌદશ શ્રાદ્ધઃ 5 ઓક્ટોબર (આજે)-
કોઈ વ્યક્તિનું અકાળ મૃત્યુ એટલે દુર્ઘટના, ઝેર, હથિયાર કે પાણીમાં ડૂબવાથી થયું હોય તો એવા લોકોનું શ્રાદ્ધ પિતૃપક્ષની ચૌદશ તિથિએ કરવું જોઈએ. તેનાથી તે પૂર્વજોને સંતુષ્ટિ મળે છે. આ તિથિ મંગળવારે છે.

અમાસનું શ્રાદ્ધઃ 6 ઓક્ટોબર-
પરિવારના જે લોકોની મૃત્યુ તિથિ જાણ ન હોય તેમનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે કરવું જોઈએ. જેથી પરિવારના ભટકેલાં પિતૃઓ નિરાશ થતાં નથી. આ પર્વ બુધવારના રોજ છે.