• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Last Three Auspicious Days Of The Week Are Today Halaharini And Tomorrow Shanishchari Amavasya, Gupt Navratri Will Start In Ravipushya Yoga On 11th

સપ્તાહના છેલ્લાં ત્રણ શુભ દિવસ:આજે હલહારિણી અને કાલે શનૈશ્ચરી અમાસ, 11મીએ રવિપુષ્ય યોગમાં ગુપ્ત નોરતા શરૂ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 જુલાઈએ રવિપુષ્ય મહાયોગ સાથે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ પણ બનવાથી ખરીદદારીનું સૌથી સારું મહુર્ત રહેશે

આજે અષાઢ મહિનાની હલહારિણી અમાસ છે. આ તિથિની શરૂઆત સૂર્યોદય પહેલાં જ થઈ ગઈ છે. જે કાલે સવારે લગભગ 7વાગ્યા સુધી રહેશે. એટલે 10 જુલાઈના રોજ શનૈશ્ચરી અમાસ પર્વ ઊજવવામાં આવશે. તેના પછીના દિવસ એટલે 11મીએ રવિવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી રવિપુષ્ય મહાયોગ બનશે. આ શુભ સયોગમાં ગુપ્ત નોરતા પણ શરૂ થઈ રહ્યા છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ પણ રહેશે. જેથી ખરીદદારી, લેવડ-દેવડ અને રોકાણ માટે આખો દિવસ શુભ રહેશે.

હલહારિણી અમાસઃ 9 જુલાઈ, શુક્રવારઃ-
આ પર્વમાં ઝાડ-છોડ વાવવામાં આવે છે. પરંતુ બળક પાસે કામ કરાવવામાં આવતું નથી અને તેમને ચરવા માટે આખો દિવસ ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. સાથે જ, આખું વર્ષ સારો પાક થાય અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે તેના માટે હળ અને ખેતરના હથિયારોની પૂજા કરવામાં આવે છે.

શનૈશ્ચરી અમાસના શુભ સંયોગમાં કરવામાં આવેલ દાનનું અનેક ગણું પુણ્ય મળે છે
શનૈશ્ચરી અમાસના શુભ સંયોગમાં કરવામાં આવેલ દાનનું અનેક ગણું પુણ્ય મળે છે

શનૈશ્ચરી અમાસઃ 10 જુલાઈ, શનિવારઃ-
શનિવારે સૂર્યોદય સમયે અમાસ તિથિ હોવાથી શનૈશ્ચરી અમાસ પર્વ ઊજવવામાં આવશે. આ પર્વમાં તીર્થ સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે. સાથે જ આ શુભ સંયોગમાં કરવામાં આવેલ દાનનું અનેક ગણું પુણ્ય મળે છે. શનિદોષ દૂર કરવા માટે આ દિવસે પીપળા અને શનિદેવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે.

11 જુલાઈએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિપુષ્ય મહાયોગમાં ગુપ્ત નોરતાની શરૂઆત થશે
11 જુલાઈએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિપુષ્ય મહાયોગમાં ગુપ્ત નોરતાની શરૂઆત થશે

રવિપુષ્ય મહાયોગઃ 11 જુલાઈ, રવિવારઃ-
રવિવારે પુષ્ય નક્ષત્ર સૂર્યોદય સાથે શરૂ થશે અને આખો દિવસ રહેશે. તેનાથી રવિપુષ્ય મહાયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં ખરીદદારી, લેવડ-દેવડ અને રોકાણથી ફાયદો થાય છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ શુભ યોગ બનાવથા નવા કામની શરૂઆત માટે પણ આ સારું મુહૂર્ત છે.

ગુપ્ત નોરતાઃ 11 જુલાઈ, રવિવારઃ-
11 જુલાઈએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિપુષ્ય મહાયોગમાં ગુપ્ત નોરતાની શરૂઆત થશે. આ વખતે નવરાત્રિમાં ષષ્ઠી એટલે છઠ્ઠી તિથિનો ક્ષય થઈ રહ્યો છે. જેથી તે 8 દિવસ જ રહેશે. 18 જુલાઈએ ભડલી નોમના દિવસે નવરાત્રિનો છેલ્લો દિવસ રહેશે. આ પ્રકારે નોરતા પહેલાં અને છેલ્લાં દિવસે શુભ સંયોગ બનવો એક દુર્લભ સ્થિતિ છે. હવે લગભગ 3 મહિના એટલે ઓક્ટોબરમાં શારદીય નોરતા આવશે.