તસવીરોમાં ચંદ્રગ્રહણ:580 વર્ષ પછી સૌથી મોટું આંશિક ચંદ્રગ્રહણ થયું, અમેરિકામાં પૂર્ણ ચંદ્રગ્રહણ જેવું દૃશ્ય જોવા મળ્યું

8 મહિનો પહેલા
  • હવે આવું આંશિક ચંદ્રગ્રહણ 8 ફેબ્રુઆરી 2669ના રોજ દેખાશે

કાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થયું. આંશિક ચંદ્રગ્રહણનો સમય 12.48 થી સાંજે 4.17 સુધીનો હતો. જે 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હતું. આ ગ્રહણ અરૂણાચલ પ્રદેશ અને આસામના સુદૂર ઉત્તર પૂર્વ ભાગમાં જોવા મળ્યું હતું.

તેના સિવાય પશ્ચિમી આફ્રિકા, પશ્ચિમી યૂરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અટલાન્ટિક મહાસાગર તથા પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં આ ચંદ્રગ્રહણ જોવા મળ્યું છે. દુનિયાભરમાં જ્યાં પણ આ ગ્રહણ જોવા મળ્યું, ત્યાંથી તસવીરો આવી રહી છે. આ આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્ર ધરતીની છાયાથી લગભગ 97% ઢંકાઈ ગયો હતો, જે લગભગ પૂર્ણ ગ્રહણ જેવું જ જોવા મળ્યું હતું.

ગ્રહણની તસવીર

અમેરિકામાં આંશિક ચંદ્રગ્રહણ પૂર્ણ થયું તે પહેલાંની તસવીર
અમેરિકામાં આંશિક ચંદ્રગ્રહણ પૂર્ણ થયું તે પહેલાંની તસવીર
આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન આવો ચંદ્ર જોવા મળ્યો
આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન આવો ચંદ્ર જોવા મળ્યો
આંશિક ચંદ્રગ્રહણની શરૂઆતમાં ચંદ્રનો અડધાથી વધારે ભાગ પૃથ્વીની છાયાથી ઢંકાઈ ગયો હતો.
આંશિક ચંદ્રગ્રહણની શરૂઆતમાં ચંદ્રનો અડધાથી વધારે ભાગ પૃથ્વીની છાયાથી ઢંકાઈ ગયો હતો.

સૌથી લાંબુ ચંદ્રગ્રહણ શા માટે
ચંદ્ર પોતાની કક્ષામાં પૃથ્વીથી ખૂબ જ દૂર છે. આ દરમિયાન ચંદ્રની ગતિ ખૂબ જ ધીમી થઈ જાય છે. એટલે ચંદ્ર પૃથ્વીની છાયાથી પણ ધીમે-ધીમે પસાર થયો. આ પ્રકારે ગ્રહણમાં ચંદ્ર પૃથ્વીની છાયામાં વધારે સમય માટે રહ્યો. એટલે આ આંશિક ચંદ્રગ્રહણ ખૂબ જ લાંબુ રહેશે.

આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીની છાયાની બહાર અને આંતરિક બંને ભાગમાંથી પસાર થશે. ચંદ્ર ઉપર પૃથ્વીની બહાર છાયા લગભગ 6 કલાક રહેશે જ્યારે પૃથ્વીની અંદરની છાયા ચંદ્ર ઉપર 3 કલાકથી વધારે સમય સુધી રહેશે. આ પહેલાં એટલા સમય માટે ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440 ના રોજ થયું હતું અને હવે આવું ગ્રહણ 8 ફેબ્રુઆરી 2669ના રોજ થશે.

અમેરિકાના લોસ એન્જેલસમાં કઇંક આવું ચંદ્રગ્રહણ જોવા મળ્યું
અમેરિકાના લોસ એન્જેલસમાં કઇંક આવું ચંદ્રગ્રહણ જોવા મળ્યું

ઉપછાયા એટલે આંશિક ચંદ્રગ્રહણ
ગ્રહણની શરૂઆત પહેલાં ચંદ્ર ધરતીની ઉપછાયામાં આવી જાય છે. ચંદ્ર જ્યારે ધરતીની વાસ્તવિક છાયામાં હોય છે ત્યારે તેને પૂર્ણ ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. પરંતુ ચંદ્ર ધરતીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કર્યા વિના જ બહાર આવી જાય છે, તો તેને ઉપછાયા ગ્રહણ કહેવામાં આવે છે. જ્યોતિષમાં પણ ઉપછાયાને ગ્રહણનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આ દૃષ્ટિએ ઉપછાયા ગ્રહણને વાસ્તવિક ચંદ્રગ્રહણ માનવામાં આવે નહીં. આ પ્રકારે પૃથ્વીની છાયા ચંદ્રના થોડા ભાગમાં પડવાના કારણે તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

ન્યૂયોર્ક સિટીમાં ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલાં ચંદ્ર રેડ મૂન જેવો પણ જોવા મળ્યો
ન્યૂયોર્ક સિટીમાં ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલાં ચંદ્ર રેડ મૂન જેવો પણ જોવા મળ્યો

જ્યોતિષ શું જણાવે છે
59 વર્ષ પછી ગુરુ-શનિના મકર રાશિમાં રહેતા આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ સ્થિતિ 59 વર્ષ પહેલાં 19 ફેબ્રુઆરી 1962ના રોજ બની હતી. કાલે વૃષભ રાશિમાં આ ગ્રહણ થયું હતું. આ રાશિમાં ચંદ્ર પોતાની ઉચ્ચ સ્થિતિમાં હતો અને શનિ પોતાની જ રાશિમાં હતો. ગ્રહોની આ સ્થિતિ વાતાવરણમાં મોટા ફેરફાર લાવી શકે છે. જેથી દેશના અનેક ભાગમાં વરસાદ અને ઠંડક વધશે. ઉત્તર વિસ્તારમાં લેન્ડસ્લાઇડની શક્યતા છે. સાથે જ દેશમાં થોડી જગ્યાએ ભૂકંપના ઝટકા અનુભવ થવાની શક્યતા બની રહી છે.

અમેરિકી ફોટોગ્રાફર એન્ડ્રયૂ ડેનિયલે ચંદ્રગ્રહણની લીધેલી તસવીર
અમેરિકી ફોટોગ્રાફર એન્ડ્રયૂ ડેનિયલે ચંદ્રગ્રહણની લીધેલી તસવીર