13 જુલાઈએ અષાઢ પૂર્ણિમા:આ તિથિએ ભગવાન વિષ્ણુ સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ મહત્ત્વ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અષાઢ પૂર્ણિમાએ કરવામાં આવતા તીર્થ-સ્નાન, દાન અને ઉપાસનાનું અક્ષય ફળ મળે છે

હિંદુ કેલેન્ડરમાં દર મહિને આવતી પૂર્ણિમા સુદ પક્ષની 15મી તિથિ હોય છે. આ દિવસે ચંદ્ર 16 કળાઓ ધરાવે છે. એટલે પૂર્ણ હોય છે. એટલે જ તેને પૂર્ણિમા કહેવામાં આવે છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુનો વાસ જળમાં થાય છે. એટલે તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ અને પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે.

અષાઢ પૂર્ણિમાનું મહત્ત્વ
અષાઢ મહિનાની પૂર્ણિમાએ તીર્થ સ્નાન, દાન અને પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતીની પૂજા સાથે કોકિલા વ્રત કરવામાં આવે છે. આ વ્રતનો પ્રભાવ દાંપત્ય સુખ વધારે છે અને કુંવારી કન્યાઓને સારો વર મળે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસની જયંતી ઊજવવામાં આવે છે. એટલે ગુરુ પૂજાની પરંપરા હોવાથી ગુરુ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવે છે. તેની સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ.

પૂર્ણિમાએ કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે
પૂર્ણિમાએ કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે

જ્યોતિષમાં પૂર્ણિમાનું મહત્ત્વ
સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 સુધી થાય છે, ત્યારે પૂર્ણિમા તિથિ હોય છે. તેમના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે. પૂર્ણિમાન્ત કાળમાં સૂર્ય અને ચંદ્ર એકદમ સામસામે હોય છે. એટલે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે. આ પૂર્ણા તિથિ છે. એટલે પૂર્ણિમાએ કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે.

દર મહિનાની પૂનમે પર્વ હોય છે
દર મહિનાની પૂર્ણિમાએ કોઈને કોઈ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ હોય છે. દર મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.