• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Holy Month Of Teej Festivals: Kartik Month Will Start From October 10; These Days Will Be Karva Chauth, Diwali And Devuthani Ekadashi Festival

તિથિ-તહેવાર:10 ઓક્ટોબરથી આસો મહિનાનું વદ પક્ષ શરૂ થશે, આ દિવસોમાં કરવા ચોથ અને પંચ દિવસીય દીપોત્સવ શરૂ થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 ઓક્ટોબરથી ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક મહિના સાથે નવું વર્ષ શરૂ થઈ જશે

રવિવારે, 9 ઓક્ટોબરે આસો મહિનાનું સુદ પક્ષ પૂર્ણ થશે અને વદ પક્ષ શરૂ થશે. આસો મહિનાનું વદ પક્ષ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસો દરમિયાન કરવા ચોથ અને પંચ દિવસીય દીપોત્સવ શરૂ થશે. તે પછી 26 ઓક્ટોબરથી ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક મહિના સાથે નવું વર્ષ શરૂ થઈ જશે. કારતક મહિનાના સુદ પક્ષમાં ગોવર્ધન પૂજા, ભાઈબીજ અને દેવઊઠી એકાદશી જેવા ઉત્સવ ઉજવાશે.

  • 13 ઓક્ટોબર, ગુરુવારે આસો મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે, જેને કરવા ચોથ કહેવામાં આવે છે. પરિણીત મહિલાઓ માટે આ તિથિનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મહિલાઓ પોતાના જીવનસાથી માટે નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે.
  • 18 ઓક્ટોબર, મંગળવારે પુષ્ય નક્ષત્ર છે. આ તિથિએ નવી વસ્તુ ખરીદવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે સોના-ચાંદી, વાહન, સુખ-સુવિધાની વસ્તુઓ ખરીદી શકાય છે.
  • 21 ઓક્ટોબર, શુક્રવારે રમા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરવામાં આવશે. સાંજે વિષ્ણુજી, મહાલક્ષ્મી અને તુલસીની પૂજા કરવી.
  • 22 ઓક્ટોબર, શનિવારથી પંચ દીવસીય દિપોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દિવસે ધનતેરસ ઊજવવામાં આવશે. સૂર્યાસ્ત પછી યમરાજા માટે દીવ પ્રગટાવો. સાંજે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરો.
  • 23 ઓક્ટોબર, રવિવારે કાળી ચૌદશ છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું, ઉબટન લગાવીને તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા છે કે આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર મળે છે.
  • 24 ઓક્ટોબર, સોમવારે કારતક મહિનાની અમાસ અને દીવાળી છે. આ દિવસે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરો. ઘર-ફળિયામાં દીવો પ્રગટાવવો. લક્ષ્મી-વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. દેવી-દેવતાઓની પ્રતીમાને નવા વસ્ત્ર ચઢાવો. હાર-ફૂલ અર્પણ કરો અને ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • 25 ઓક્ટોબર, મંગળવારે સૂર્યગ્રહણ થશે. ભારતમાં દેખાવાના કારણે દિવસ દરમિયાન સૂતક રહેશે. એટલે દિવસમાં મંદિર ખૂલશે નહીં અને પૂજા-પાઠ કે અનુષ્ઠાન કરવામાં આવશે નહીં.
  • 26 ઓક્ટોબર, બુધવારે ગોવર્ધન પૂજા છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવાની પરંપરા છે. આ પર્વ મથુરા અને વૃંદાવન સહિત વ્રજના અનેક વિસ્તારમાં ઊજવવામાં આવે છે.
  • 27 ઓક્ટોબર, ગુરુવારે ભાઈબીજ ઊજવવામાં આવશે. માન્યતા છે કે આ તિથિએ યમરાજ પોતાની બહેન યમુનાજીને મળવા તેમના ઘરે આવે છે. આ દિવસે યમરાજ અને યમુનાજીની ખાસ પૂજા કરવી જોઈએ.
  • 29 ઓક્ટોબર, શનિવારે લાભ પાંચમ વ્રત કરવામાં આવશે. દિવાળી પછી આ દિવસે ફરીથી માતા લક્ષ્મીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. જેથી સમૃદ્ધિ અને સુખ વધે છે.
  • 30 ઓક્ટોબર, રવિવારે છઠ્ઠ પૂજા છે. આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે અને ખાસ પૂજા પણ કરવામાં આવે છે. ભક્ત નિર્જળા ઉપવાસ કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
  • 2 નવેમ્બર, બુધવારે અક્ષય નવમી એટલે આંબળા નોમ છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. જેથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે.
  • 4 નવેમ્બર, શુક્રવારે દેવઊઠી એકાદશી છે. આ દિવસે તુલસીના લગ્ન શાલીગ્રામજી સાથે કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ શયનથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જાય છે.
  • 5 નવેમ્બર, શનિવારે ચાતુર્માસ પૂર્ણ થઈ જશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ છે. આ તિથિે શિવજી, માતા પાર્વતી અને સૂર્યદેવની ખાસ પૂજા કરો.
  • 7 નવેમ્બર, સોમવારે વૈકુંઠ ચૌદશ છે. આ તિથિ અંગે માન્યતા છે કે આ દિવસે શિવજી ભગવાન વિષ્ણુને સૃષ્ટિનો ભાર ફરીથી સૌંપે છે અને ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું સંચાલન કરવાનું શરૂ કરશે.
  • 8 નવેમ્બર, મંગળવારે કારતક મહિનાની પૂનમ છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે. ગુરુનાનક જયંતી પણ આ દિવસે રહેશે.
અન્ય સમાચારો પણ છે...