વાર્તા
એક દિવસ ગુરુ મચ્છિન્દ્રનાથે તેમના શિષ્ય ગોરખનાથને કહ્યું, જો તમે આત્માને જાણવા માગો છો, પરમ શક્તિને મળવા માગો છો તો એક એવી જગ્યા પર જઈને તપસ્યા કરો જે હિમ પ્રાંત હોય, જ્યાં ચારેય તરફ બરફ હોય. મનુષ્યનું રહેવું ત્યાં મુશ્કેલ હોય, એવી જગ્યાએ જાઓ.
ગોરખનાથ ગુરુ દ્વારા જણાવેલી જગ્યા પર પહોંચી ગયા અને તપસ્યા શરૂ કરી દીધી. પ્રાણાયામની મદદથી તેમને ધીમે ધીમે ખબર પડી કે શરીર અલગ છે અને આત્મા અલગ છે. તેમણે દેવી માતાની ઉપાસના કરી અને કહ્યું, માતા તમારી શક્તિઓ મારા શરીરમાં સમાહિત કરી દો.
થોડા સમય પછી ગોરખનાખની ઈચ્છા પૂરી પણ થઈ ગઈ. એક દિવસ ગોરખનાખની સામે એક પાગલ જેવો વિખરાયેલા વાળવાળો વ્યક્તિ આવીને ભૂમો પાડવા લાગ્યો કે તે તું દંભી છે, તારો ગુરુ દંભી છે. તે વ્યક્તિએ ગોરખનાથ પર તલવારથી પ્રહાર કર્યા, પરંતુ ગોરખનાથ સિદ્ધ થઈ ચૂક્યા હતા તેથી તલવારની અસર તેમના પર ન થઈ. તે વ્યક્તિએ ગુરુને દંભી કહ્યો હતો તો ગોરખનાથે પણ તલવારથી પ્રહાર કરી દીધો. જેવી તે વ્યક્તિને તલવાર વાગી તો તે વ્યક્તિને કંઈ ન થયું, પરંતુ ગોરખનાથ પડી ગયા.
ગોરખનાથે તે વ્યક્તિને પૂછ્યું, તમે કોણ છો? તમે મારા ગુરુને અહંકારી કેમ કહો છો?
આ વાત સાંભળીને તે વ્યક્તિ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો, તે ગુરુ મચ્છિન્દ્રનાથ હતા. ગુરુ મચ્છિન્દ્રનાથે કહ્યું, તિતિક્ષા કરીને તે આત્માની પ્રાપ્તિ કરી લીધી છે, તને બોધ પણ પ્રાપ્ત થઈ ગયો છે, પરંતુ દંભ એટલે કે ઘમંડ પણ આવી ગયો છે. તું એવું વિચારી રહ્યો છે કે આ બધું તે કર્યું છે. તેથી મારે અહીં પ્રગટ થવું પડ્યું.
તિતિક્ષા એટલે ખુશ રહીને પ્રતિકૂળતા પરિસ્થિતિ પર જીત મેળવી. મચ્છિન્દ્રનાથ કહે છે, ગોરખનાથ મારે એટલા માટે આવું પડ્યું, કેમ કે મને લાગી રહ્યું હતું કે તું દેહ અને આત્માના ભેદને સમજીને અહંકારી બની ગયા છો. અહંકારના કારણે તમામ સિદ્ધિઓ અને તપસ્યાઓ નષ્ટ થઈ જાય છે.
બોધપાઠ
આ કિસ્સામાં બે સંદેશ છે. પહેલો પ્રથમ, ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે અને જ્યારે આપણે ભટકી જઈએ છીએ, તે ગુરુ જ આપણને બચાવે છે. બીજો સંદેશ એ છે કે આપણે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. અભિમાનને કારણે બધી તપસ્યાનો નાશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.