• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Great Festival Of Magh Month, On Maghi Purnima, By Bathing And Donating, 32 Times Auspicious Results Are Obtained, This Festival Has The Same Importance

મહા મહિનાનું મહાપર્વ:માઘી પૂનમના દિવસે સ્નાન-દાન કરવાથી 32 ગણુ પુણ્ય ફળ મળે છે, આ પર્વ મકર સંક્રાંતિ જેવું જ મહત્ત્વ ધરાવે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ એટલે માઘી પૂનમ આજે છે. શાસ્ત્રોમાં આ દિવસે સ્નાન, દાન સાથે વ્રત-ઉપવાસ કરવું ખાસ ફળદાયી જણાવવામાં આવે છે. છેલ્લાં એક મહિનાથી નિયમિત માઘ સ્નાન કરી રહેલાં શ્રદ્ધાળુઓનું આ સ્નાન માઘી પૂનમ એટલે આજે પૂર્ણ થઈ જશે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી બત્તીસ ગણું પુણ્ય ફળ મળે છે. એટલે તેને બત્તીસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમા તિથિ ભગવાન વિષ્ણુ અને ચંદ્ર દેવને સમર્પિત કરવામાં આવે છે.

સ્નાન-દાનનું મહાપર્વ
મકર સંક્રાંતિની જેમ આ દિવસે પણ તલ દાનનું ખાસ મહત્ત્વ છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માઘ પૂર્ણિમા ગંગા-યમુનાના કિનારે સંગમમાં ચાલી રહેલાં કલ્પવાસનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે આખા મહિનાની તપસ્યા પછી શાહી સ્નાન સાથે કલ્પવાસ પૂર્ણ થઈ જાય છે. એટલે ધાર્મિક દૃષ્ટિએ માઘ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. સ્નાન-દાનની બધી તિથિઓમાં તેને મહાપર્વ કહેવામાં આવે છે.

મહા પૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્ર, તલ, ધાબળો, કપાસ, ગોળ, ઘી, લાડવા, ફળ, અનાજ, પાદુકા વગેરેનું દાન કરવું જોઈએ
મહા પૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્ર, તલ, ધાબળો, કપાસ, ગોળ, ઘી, લાડવા, ફળ, અનાજ, પાદુકા વગેરેનું દાન કરવું જોઈએ

આ વસ્તુઓના દાનનું ખાસ મહત્ત્વ
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ પર્વમાં યજ્ઞ, તપ અને દાનનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે સ્નાન પછી ભગવાન વિષ્ણુની પૂજા, પિતૃઓનું શ્રાદ્ધ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્ર, તલ, ધાબળો, કપાસ, ગોળ, ઘી, લાડવા, ફળ, અનાજ, પાદુકા વગેરેનું દાન કરવું જોઈએ.

સૂર્ય અને ચંદ્ર પૂજાનું વિધાન
સૂર્ય પૂજાઃ
આ પર્વ મહા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસોમાં કરવામાં આવતી સૂર્ય પૂજાથી રોગ અને દોષ દૂર થઈ જાય છે. એટલે આ દિવસે સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. ઉત્તરાયણ હોવાથી આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે. આ દિવસે સ્નાન કર્યા પછી ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ.

ચંદ્ર પૂજાઃ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પૂનમના દિવસે ચંદ્રને આપવામાં આવતું અર્ઘ્ય પિતૃઓ સુધી પહોંચે છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. મહા મહિનાની પૂનમના દિવસે ચંદ્ર પોતાના મિત્ર સૂર્યની રાશિમાં રહેશે. એટલે તેનો પ્રભાવ વધી જશે. વિદ્વાનો પ્રમાણે સ્વસ્થ રહેવા માટે આ દિવસે ઔષધીઓને ચંદ્રના પ્રકાશમાં રાખેલું ભોજન આપવું જોઈએ. આવું કરવાથી બીમારીઓમાં રાહત મળે છે.