માતા બગલામુખીનો પ્રાકટ્યોત્સવ:મહામારીથી બચવા અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ દેવીની પૂજા થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દસ મહાવિદ્યાઓમા આઠમી શક્તિ છે અને તેમનો રંગ પીળો હોવાના કારણે તેમને પીતાંબરા પણ કહેવામાં આવે છે

9 મે, સોમવારે બગલામુખી જયંતી છે. ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમના રોજ દેવી બગલામુખી પ્રકટ થયા હતાં. આ કારણે આ તિથિને બગલામુખી જયંતી તરીકે ઊજવવામાં આવે છે. માતા બગલામુખી દસ મહાવિદ્યાઓમાંથી એક છે. ગ્રંથોમાં તેમનો રંગ પીળો ઉલ્લેખવામાં આવે છે અને તેમને પીળો રંગ ખૂબ જ પસંદ છે એટલે તેમનું એક નામ પિતાંબરા પણ છે. મહામારીથી બચવા અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે દેવી બગલામુખીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

પિતાંબરાઃ દસમહાવિદ્યાઓમાં આઠમી વિદ્યા
દેવી બગલામુખીને પીળો રંગ ખૂબ જ ગમે છે. એટલે તેમનું એક નામ પિતાંબરા પણ છે. આ રંગ પવિત્રતા, આરોગ્ય અને ઉત્સાહનો રંગ માનવામાં આવે છે. તેમની પૂજામા પીળા રંગના કપડા, ફૂલ, આસન, માળા, મીઠાઈ અને અન્ય સામગ્રીઓનો રંગ પણ પીળો જ હોય છે. રોગ અને મહામારીથી બચવા માટે હળદર અને કેસરથી દેવી બગલામુખીની વિશેષ પૂજા કરવી જોઈએ. દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાં આ આઠમી વિદ્યા છે. આ દેવીની પૂજાથી દુશ્મન, રોગ અને ઉધારીથી પરેશાન લોકોને લાભ મળી શકે છે.

વ્રત અને પૂજા વિધિ

  • સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને પીળા રંગના કપડા પહેરો.
  • પૂર્વ દિશામાં તે સ્થાને ગંગાજળ છાંટો જ્યાં પૂજા કરવાની છે.
  • તે જગ્યાએ એક બાજોટ મુકીને તેના ઉપર માતા બગલામુખીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. તે પછી આચમન કરીને હાથ ધોવો અને પાણી છાંટીને આસન પવિત્ર કરો.
  • હાથમાં પીળા ચોખા, હળદર, પીળા ફૂલ અને દક્ષિણા લઇને માતા બગલામુખી વ્રતનો સંકલ્પ કરો. માતાની પૂજા ખાસ કરીને પીળા ફળ અને પીળા ફૂલથી કરો.
  • ધૂપ, દીપ અને અગરબત્તી પ્રગટાવો. પછી પીળી મીઠાઈનો પ્રસાદ ચઢાવો.
  • વ્રતના દિવસે નિરાહાર રહેવું જોઈએ. રાતે ફળાહાર કરી શકો છો. બીજા દિવસે પૂજા કર્યા પછી જ ભોજન કરો.