સોમવાર, 30 નવેમ્બરના રોજ કારતક મહિનાની અંતિમ તિથિ પૂનમ છે. આ તિથિએ ગુરુનાનક દેવની જયંતી પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. જાણો આ પૂર્ણિમાનું મહત્ત્વ અને આ દિવસે ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે તેના વિશે....
કારતક પૂર્ણિમાની ખાસ વાતોઃ-
આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ તિથિએ શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે.
એક અન્ય માન્યતા છે કે, આ દિવસે દેવતાઓની દિવાળી હોય છે. એટલે તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસથી કારતક મહિનાનું સ્નાન પૂર્ણ થઇ જાય છે. કારતક પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાનનું ખૂબ જ મહત્ત્વ છે.
કારતક પૂર્ણિમાએ આ શુભ કામ કરી શકો છોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.