તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનુમાન જયંતી:આજે રાતે 2021નો પહેલો સુપરમૂન જોવા મળશે, હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો

20 દિવસ પહેલા

મંગળવાર, 27 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્રેતા યુગમાં ચૈત્ર પૂનમના દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો. મંગળવારે ચૈત્ર મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થશે અને બુધવારથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. 27 એપ્રિલે રાતે ચંદ્ર સામાન્ય આકારથી થોડો મોટો અને થોડો વધારે ચમકદાર જોવા મળશે. આ વર્ષનો પહેલો સુપરમૂન રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચૈત્ર પૂર્ણિમા એટલે હનુમાન જયંતીએ હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જ્યારે હનુમાનજીનો જન્મ થયો હતો, તે સમયે ઉચ્ચના મંગળની ઉચ્ચના સૂર્ય ઉપર દૃષ્ટિ હતી. આ વર્ષે હનુમાન જયંતીએ સૂર્ય ઉચ્ચનો રહેશે. શનિ સ્વરાશિ મકરમાં અને ગુરુ કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રનો યોગ મેષ રાશિમાં થયો છે. રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે.

મંગળના ઉચ્ચ રાશિ મકરમાં રહીને હનુમાનજીનો જન્મ થયો હતો. મંગળવાર સાથે હનુમાનજીનો ગાઢ સંબંધ છે, કેમ કે તેમનો જન્મ મંગળવારે થયો હતો. તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે જ થયો હતો. શ્રીરામ જન્મ સમયે પણ મંગળ ઉચ્ચ રાશિ મકરમાં જ સ્થિત હતો.

ચંદ્ર 99.7 ટકા ચમકદાર જોવા મળશેઃ-
ભોપાળની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂએ જણાવ્યું કે 27 એપ્રિલે રાતે 2021નો પહેલો સુપરમૂન જોવા મળશે. ચંદ્ર સાંજે લગભગ 7.09 વાગે પૂર્વ દિશામાં ઉદય થશે. તે સમયે ચંદ્રનો આકાર સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ થોડો મોટો રહેશે અને વધારે ચમકદાર રહેશે. ચંદ્ર 99.7 ટકા ચમક સાથે જોવા મળી શકે છે. આ મૂનને યૂએસએમાં વસંત ઋતુની શરૂઆતમાં ઉગતા ગુલાબી ફૂલોના આધારે પિંક મૂન કહેવામાં આવે છે.

ચંદ્ર પૃથ્વીથી લગભગ 3,58,113 કિમી દૂર રહેશે. ચંદ્રને આખી રાત જોવામાં આવી શકશે. આ વર્ષે બે સુપરમૂન જોવા મળશે. 27 એપ્રિલ પછી 26 મેના રોજ પણ સુપરમૂન જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો