આ વર્ષે ત્રણવાર શનિવારના દિવસે પ્રદોષ તિથિનો સંયોગ બની રહ્યો છે. આ વર્ષના રાજા શનિદેવ છે. એટલે વર્ષભરમાં આવનાર ત્રણ શનિ પ્રદોષ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. વર્ષનું પહેલું શનિ પ્રદોષ વ્રત 15 જાન્યુઆરીના રોજ રહેશે. તે પછી 22 ઓક્ટોબર અને 5 નવેમ્બરના રોજ શિવ પૂજાનો આ સંયોગ બનશે. આ શુભ યોગમાં શિવપૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે.
જરૂરિયાતમંદ લોકોને કપડાં, અનાજ અને બૂટ-ચપ્પલનું દાન કરો
શનિ પ્રદોષના દિવસે વ્રત, પૂજા અને દાન કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે. શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. ઉંમર વધે છે. સંપત્તિ અને ધનલાભ પણ થાય છે. શનિ પ્રદોષના દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં અને અનાજ દાન સાથે જ બૂટ-ચપ્પલનું પણ દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ દિવસે રૂદ્રાભિષેક અને શનિદેવનો તેલાભિષેક કર્યા પછી ચાંદીના નાગ-નાગણની પૂજા કરવી જોઈએ. પછી તેમને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવા જોઈએ. શિવજીનો અભિષેક કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. સાથે જ, શનિદેવનો તેલથી અભિષેક કરવાથી પણ દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
સૂર્ય-શનિનો અશુભ યોગ
14 જાન્યુઆરીએ સૂર્ય પોતાના દુશ્મન ગ્રહ એટલે શનિની રાશિ મકરમાં આવ્યા પછી શનિ સાથે જ રહેશે. આ બે ગ્રહોથી બની રહેલાં અશુભ યોગના પ્રભાવથી બચવા માટે શનિ પ્રદોષના દિવસે શનિ પૂજા કરવી જોઈએ. શનિ પ્રદોષમાં કરવામાં આવતી શિવ પૂજાથી શનિની અશુભ અસર અને પરેશાનીઓથી બચી શકાય છે.
શિવ અને શનિપૂજા
જ્યારે શનિવારે પ્રદોષ એટલે તેરસ તિથિ છે ત્યારે આ સંયોગમાં કરવામાં આવતી પૂજાથી શનિના અશુભ પ્રભાવથી થતી તકલીફોથી રાહત મળે છે. જે લોકો શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છે તેમના માટે 15 જાન્યુઆરીએ આવનાર શનિ પ્રદોષનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દરમિયાન પોષ મહિનો હોવાથી પૂજાનું ફળ વધી જશે.
પ્રદોષ એટલે સુદ અને વદ પક્ષની તેરસ તિથિ
સુદ અને વદ પક્ષની તેરસ તિથિને પ્રદોષ કહેવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે શિવજીની પ્રિય તિથિ હોવાથી પ્રદોષમાં કરવામાં આવતી શિવપૂજાનું ખાસ ફળ મળે છે. ભગવાન શિવ જ શનિદેવના ગુરુ છે. એટલે શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે શનિ પૂજા કરવાથી શનિદોષના કારણે થતી તકલીફોથી રાહત મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.