• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The First Festival Of The Week Is Jyeshtha Purnima On The 14th Of June, Taking Bath In Rivers On This Day Removes Sins, Wishes Are

સપ્તાહનું પહેલું પર્વ:મંગળવારે જેઠ મહિનાની પૂનમ; આ દિવસે નદીમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે, મનોકામના પણ પૂર્ણ થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ ધર્મમાં જેઠ મહિનામાં આવતી પૂનમનું મોટું મહત્ત્વ છે. આ સપ્તાહ 14 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂનમના દિવસે સ્નાન અને દાન-ધર્મ કરવાની પરંપરા છે. ખાસ કરીને આ દિવસે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સાધકની મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે.

જેઠ પૂર્ણિમાનું મહત્ત્વ
સ્કંદ અને ભવિષ્ય પુરાણ સિવાય અન્ય ગ્રંથોમાં પણ જેઠ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મોટાભાગે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગાજળ લઇને અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન કરે છે. જેઠ મહિનામાં ગરમી ખૂબ જ વધારે હોય છે. એટલે ઋષિઓએ પૂર્ણિમા તિથિ ઉપર અનાજ અને જળદાનનું વિધાન જણાવ્યું છે. પૂર્ણિમાએ તીર્થ સ્નાન અને જળની પૂજાનું પમ વિશેષ મહત્ત્વ છે. આ જ માધ્યમથી આપણાં ઋષિ-મુનિઓએ સંદેશ આપ્યો છે કે, જળના મહત્ત્વને ઓળખો અને તેનો સદુપયોગ કરો.

જેઠ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે
જેઠ મહિનાની પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે

શિવજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો
આ દિવસે ખાસ કરીને ભગવાન શંકર અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન, ધ્યાન અને પુણ્ય કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ, આ દિવસ તે લોકો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમના લગ્ન થતાં-થતાં અટકી ગયા હોય છે અથવા લગ્નજીવનમાં કોઇ પ્રકારનાં વિઘ્ન આવી રહ્યાં હોય. આવા લોકોએ આ દિવસે સફેદ કપડાં પહેરીને શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવની પૂજા દરેક સમસ્યા દૂર કરે છે.

ગ્રંથો પ્રમાણે સાવિત્રીના પતિવ્રતા તપને જોઇને આ દિવસે યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા સોંપીને તેને જીવનદાન આપ્યું હતું
ગ્રંથો પ્રમાણે સાવિત્રીના પતિવ્રતા તપને જોઇને આ દિવસે યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા સોંપીને તેને જીવનદાન આપ્યું હતું

પૂનમના દિવસે શું કરવું જોઈએ

  • માન્યતા છે કે આ ખાસ દિવસે પીપળાના ઝાડ ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વાસ કરે છે. એટલે આ દિવસે સવારે જલ્દી જાગીને પૂજા-પાઠ કરો.
  • પાણીમાં કાચું દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડમાં અર્પણ કરવું જોઈએ.
  • પીપળ અને લીમડાની ત્રિવેણી હેઠળ વિષ્ણુ સહસ્ત્રનામ કે શિવાષ્ટકનો પાઠ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે.
  • આ દિવસે પરિણીતા લોકોએ ચંદ્રદેવને અનાજ, દૂધ, દહીં, ફૂલ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવું જોઈએ. તેનાથી દરેક નાની-મોટી સમસ્યાઓ દૂર થાય છે.