• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The First Fast Of This Week Is Angaraki Ganesh Chaturthi Today, In This Fast, Along With Ganeshji And Chandra Dev, There Is Also A Law

આજે અંગારકી ગણેશ ચોથ:આ વ્રતમાં ગણેશજી અને ચંદ્રદેવ સાથે જ મંગળ પૂજાનું વિધાન છે, રાતે 10.03 વાગ્યે ચંદ્રદર્શનનો શુભ સમય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામમાં મોટી સફળતા અપાવતા રાજયોગનો પણ સંયોગ

મંગળવારે ચતુર્થ અંગારકી ચતુર્થી છે. આ દિવસે રાજયોગનો સમન્વય થાય છે, માટે આવો દુર્લભ યોગ વારંવાર આવતો નથી. આ યોગમાં કામમાં મોટી સફળતા મળવાની સંભાવના રહે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવાર અને ચોથ આવે ત્યારે અંગારકી ચતુર્થી ગણવામાં આવે છે તેને વરદ કે દમનક ચોથ જેવા નામથી પણ ઓળખાય છે. જોમ, જુસ્સો, શક્તિ, યુવાન, લડાયક, મંગળ ગ્રહના કારક તરીકે ગણાય છે. આવા દિવસે વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના કરવી જોઈએ. આ વ્રત ધારણ કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરી ત્યારબાદ લાડુનો ભોગ ધરાવી પ્રસાદ લઇ શકે છે. ગણેશજીને જાસૂદના ફૂલ દુર્વા, ગોળ, મોદક જનોઈ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. જ્યારે રાત્રે 10.03 વાગ્યે ચંદ્રદર્શનનો શુભ સમય છે.

ચોથના દિવસે શું કરવું
શિવ પુરાણ પ્રમાણે સુદ પક્ષની ચોથના દિવસે બપોરે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એટલે આ દિવસને ચોથ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરો. ગણેશજીને ફળ, મિષ્ઠાન, દૂર્વા, પંચમેવા અને મોદકનો ભોગ ધરાવવો. રાતે ચંદ્રદેવના દર્શન કરો અને બીજા દિવસે વ્રતનું પારણ કરો. સંકષ્ટી ચોથનું વ્રત સૂર્યોદય સમયથી લઇને ચંદ્ર ઉદય સમય સુધી રાખવામાં આવે છે.

મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે
મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે

મંગળની પૂજા શિવલિંગ સ્વરૂપે થાય છે
જ્યોતિષમાં મંગળ ગ્રહને સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજા કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે.

મંગળને જળ ચઢાવો, લાલ ગુલાલ ચઢાવો. આ શુભયોગમાં મંગળ માટે ભાત પૂજા કરી શકાય છે. તેમાં શિવલિંગનો પકવેલા ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

ગણેશ ચતુર્થી વ્રત કથા સાર
એક કથા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રના રાજ્યમાં એક પિતાની ભૂલના કારણે તેમના પુત્રના પ્રાણ સંકટમાં આવી ગયા ત્યારે તેની માતાએ પોતાના પુત્ર માટે સંકષ્ટી ચોથનું વ્રત કર્યું અને બાળકના પ્રાણ બચી ગયાં. રાજાએ તે બાળક અને તેની માતા પાસેથી જ્યારે સંકષ્ટી ચોથ અંગે જાણકારી મેળવી ત્યારેથી જ સંકટ ચોથનું વ્રત કરવામાં આવ્યું.