તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Festival Of Sun Worship Is A Coincidence Of Sunday And Shashthi Date On 12th September, In This Yoga, The Worship Of Lord Bhaskar Ends Diseases.

સૂર્ય પૂજાનું પર્વ:12 સપ્ટેમ્બરના રોજ રવિવાર અને છઠ્ઠ તિથિનો સંયોગ, આ યોગમાં ભગવાન ભાસ્કરની પૂજાથી બીમારીઓ દૂર થાય છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતાઃ રવિવારે તાંબાના વાસણમાં લાલ ચંદન અને લાલ ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

સૂર્યને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે અને રોજ તેમનાં દર્શન કરવાનું પણ વિધાન છે. હંમેશાં નિરોગી રહેવા અને લાંબી ઉંમર માટે સૂર્યદેવની ઉપાસના અને વ્રત કરવામાં આવે છે. 12 સપ્ટેમ્બર, રવિવારના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિ છે. પંચાંગ પ્રમાણે આ દિવસે સૂર્ય છઠ્ઠ કે લલિતા છઠ્ઠ પણ કહેવામાં આવે છે. સૂર્ય છઠ્ઠના દિવસે વ્રતના દિવસે ભગવાન સૂર્યની પૂજા થાય છે.

પુરાણોમાં પણ આ વ્રતનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે જેઓ આ દિવસે વ્રત કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કરે છે તેના તેજમાં અનેક ગણો વધારો થાય છે અને તેઓ નિરોગી થાય છે. આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં સ્નાન કરીને પણ તમે ગંગાજીનું સ્મરણ કરી ભગવાન સૂર્યદેવની આરાધના કરી શકે છે.

છઠ્ઠ ભગવાન સૂર્યની બહેન છે-
રવિવારે છઠ્ઠ તિથિનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્ય અને તેમની બહેન છઠ્ઠનું વ્રત કરનાર લોકો સુખ-સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિનું વરદાન માગે છે તો સાથે જ ભગવાન ભાસ્કરના પુત્ર યમરાજ પાસેથી અકાળ મૃત્યુથી બચવાની પ્રાર્થના પણ કરે છે. આવું કરવાથી સૂર્યદેવતાના આશીર્વાદ મળે છે.

માન્યતાઃ રવિવારે તાંબાના વાસણમાં લાલ ચંદન અને લાલ ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે
માન્યતાઃ રવિવારે તાંબાના વાસણમાં લાલ ચંદન અને લાલ ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

સૂર્ય છઠ્ઠનું વ્રત કેવી રીતે રાખવું-
વ્રતના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી સૂર્યદેવને શુદ્ધતા સાથે જળ અર્પણ કરો. તેની સાથે જ તમારું વ્રત શરૂ થઈ જાય છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા સિવાય ધૂપ, દીપ, કપૂર, ફૂલ વગેરેથી તેમનું પૂજન કરવું જોઈએ. આ દિવસે સ્નાન કરીને સાત પ્રકારનાં ફળ, ચોખા, તલ, દૂર્વા, ચંદન વગેરેને જળમાં મિક્સ કરીને ભગવાન સૂર્યને જળ આપવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખિત છે. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી સૂર્ય મંત્રનો જાપ 5વાર કે 108વાર કરવો જોઈએ.

લાલ રંગનું ખાસ મહત્ત્વ-
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય દેવને લાલ રંગ ખાસ પ્રિય છે. એટલે લાલ ચંદન અને લાલ ફૂલ સૂર્યને અર્પણ કરીને અને લાલ કપડાનું દાન કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. ત્યાં જ આ વ્રતમાં આથમતા સૂર્યને અર્ઘ્ય આપીને વ્રતનાં પારણાં કરવામાં આવે છે.