સૂર્યને પ્રત્યેક્ષ દેવ માનવામાં આવે છે અને રોજ તેમના દર્શન કરવાનું પણ વિધાન છે. હંમેશાં નિરોગી રહેવા અને લાંબી ઉંમર માટે સૂર્યદેવની ઉપાસના અને વ્રત કરવામાં આવે છે. 2 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિ છે. પંચાંગ પ્રમાણે આ દિવસે સૂર્ય છઠ્ઠ કે લલિતા છઠ્ઠ પણ કહેવામાં આવે છે. સૂર્ય છઠ્ઠના દિવસે વ્રતના દિવસે ભગવાન સૂર્યની પૂજા થાય છે.
પુરાણોમાં પણ આ વ્રતનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે જેઓ આ દિવસે વ્રત કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કરે છે તેના તેજમાં અનેક ગણો વધારો થાય છે અને તેઓ નિરોગી થાય છે. આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં સ્નાન કરીને પણ તમે ગંગાજીનું સ્મરણ કરી ભગવાન સૂર્યદેવની આરાધના કરી શકે છે.
છઠ્ઠ ભગવાન સૂર્યની બહેન છે
ભગવાન સૂર્ય અને તેમની બહેન છઠ્ઠનું વ્રત કરનાર લોકો સુખ-સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિનું વરદાન માગે છે તો સાથે જ ભગવાન ભાસ્કરના પુત્ર યમરાજ પાસેથી અકાળ મૃત્યુથી બચવાની પ્રાર્થના પણ કરે છે. આવું કરવાથી સૂર્યદેવતાના આશીર્વાદ મળે છે.
સૂર્ય છઠ્ઠનું વ્રત કેવી રીતે રાખવું
વ્રતના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી સૂર્યદેવને શુદ્ધતા સાથે જળ અર્પણ કરો. તેની સાથે જ તમારું વ્રત શરૂ થઈ જાય છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા સિવાય ધૂપ, દીપ, કપૂર, ફૂલ વગેરેથી તેમનું પૂજન કરવું જોઈએ. આ દિવસે સ્નાન કરીને સાત પ્રકારના ફળ, ચોખા, તલ, દૂર્વા, ચંદન વગેરેને જળમાં મિક્સ કરીને ભગવાન સૂર્યને જળ આપવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખિત છે. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી સૂર્ય મંત્રનો જાપ 5વાર કે 108વાર કરવો જોઈએ.
લાલ રંગનું ખાસ મહત્ત્વ
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય દેવને લાલ રંગ ખાસ પ્રિય છે. એટલે લાલ ચંદન અને લાલ ફૂલ સૂર્યને અર્પણ કરીને અને લાલ કપડાનું દાન કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. ત્યાં જ આ વ્રતમાં આથમતા સૂર્યને અર્ઘ્ય આપીને વ્રતના પારણા કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.