• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Festival Of Sawan Is Also A Special Coincidence Of Lord Shiva, Hanuman, Narasimha And Shani Worship On 7th August, Pushya Nakshatra Will Also Remain On This Day.

શ્રાવણનો શનિવાર પણ એક ઉત્સવ:શ્રાવણ મહિનામાં દર શનિવારે ભગવાન શિવ, હનુમાનજી, નૃસિંહ અને શનિપૂજાનું મહત્ત્વ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના શનિવારે શિવજી સાથે ભગવાન નૃસિંહ, હનુમાનજી અને શનિદેવની પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થાય છે

શ્રાવણ મહિનામાં સોમવાર સિવાય શનિવારને પણ પુરાણોમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજી, શનિદેવ અને ભગવાન નૃસિંહની પૂજાનું વિધાન છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણના શનિવારે આ ત્રણેય દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શ્રાવણ શનિવારે તેલથી હનુમાનજી અને શનિદેવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ, આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા પછી બ્રાહ્મણોને તલથી બનેલું ભોજન કરાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

હનુમાન પૂજાઃ આ પ્રકારે શ્રાવણ મહિનામાં શનિવારે હનુમાનજીની આરાધના કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. માનસિક અને શારીરિક રૂપથી મજબૂતી મળે છે. હનુમાનજીની કૃપાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવા લાગે છે. બુદ્ધિ અને વૈભવ વધે છે. દુશ્મન નષ્ટ થઈ જાય છે અને પ્રસિદ્ધિ મળે છે.

શનિ અને શિવપૂજાઃ- ભગવાન શિવ, શનિદેવના ગુરુ છે. શિવજીએ જ શનિદેવને ન્યાયાધીશનું પદ આપ્યું હતું. જેના ફળસ્વરૂપ શનિદેવ મનુષ્યોના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે-સાથે શનિદેવની ઉપાસના કરવાથી શુભફળ મળે છે. ભગવાન શિવના અવતાર પિપ્પલાદ, ભૈરવ અને રૂદ્રાવતાર હનુમાનજીની પૂજા પણ શનિના અશુભ અસરથી રક્ષા કરે છે.

નૃસિંહ પૂજાઃ- સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણના શનિવારે સવારે તલનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ. તે પછી ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. અડદ દાળથી બનેલી ખીચડીનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. પછી બ્રાહ્મણોને પણ પ્રસાદનો ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ. આવું કરવાથી ભગવાન નૃસિંહ પ્રસન્ન થાય છે. ધન અને ધાન્ય વધે છે. તેની સાથે જ દરેક પ્રકારનું સુખ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...