જૈન ધર્મની સાધનામાં ચાતુર્માસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં મુનિજન એક જ જગ્યાએ રહીને ધર્મરાધના અને તપ કરે છે. આ દરમિયાન સંકલ્પનો અવસર પર્યુષણ પર્વ પણ ઊજવવામાં આવે છે. તેને પર્વરાજ કહેવામાં આવે છે. આ પર્વથી નવી ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. એટલે તેને પોતાના ઉપર જ વિજય પ્રાપ્ત કરવાની સાથે જ પોતાને નવી રાહ આપવાનું પર્વ કહેવામાં આવે છે.
જૈન ધર્મના પ્રમુખ 3 મત છે. તેમાં દિગંબર જૈન, શ્વેતાંબર જૈન અને તારણ પંથ હોય છે. દિગંબર મતમાં 13 પંથી અને 20 પંથી, શ્વાતાંબરમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી મુખ્ય છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે તેમના વ્રત 8 દિવસ સુધી કરવામાં આવે છે અને દિગંબરોમાં 10 દિવસના વ્રતનું મહત્ત્વ છે. આ વખતે શ્વેતાંબર પંથનું પર્યુષણ પર્વ 4 સપ્ટેમ્બર 2021 શનિવારથી શરૂ થઈ ગયું છે. તે પછી દિગંબર સમાજનું પર્યુષણ પ્રવ 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે.
ઇન્દ્રિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો અવસર-
જૈન ધર્મની આરાધના માટે 18 દિવસ ખાસ હોય છે. આ દરમિયાન 24 તીર્થકરો દ્વારા આપવામાં આવેલ સિદ્ધાંતોથી મોક્ષ મેળવવો અને પોતાની ઇન્દ્રિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે તપ અને આરાધના કરવામાં આવે છે. ત્યાં જ દશલક્ષણ પર્વના છેલ્લાં દિવસ શ્વેતાંબર જૈન સમાજ મિચ્છામી દુક્ડમ અને દિગંબર જૈન સમાજ મન, વચન અને કર્મથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલની માફી માગે છે. તેને વિશ્વમૈત્રી દિવસ પણ કહેવામાં આવે છે.
મન અને શરીરને એકાગ્ર કરવાનું વ્રત-
પર્યુષણ પર્વ દરમિયાન ખાનપાન અને વિચારોમાં ફેરફાર થવાથી મન સદભાવનાઓ સાથે જોડાયેલું રહે છે. વિકારો ઉપર વિજય મેળવવો એટલે વિકૃતિનો વિનાશ કરવો જ પર્વનું લક્ષ્ય છે. આ દરમિયાન ક્ષમા-વિનમ્રતા, સરળતા, સંતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્ય જેવા અધ્યાત્મિક માનવીય ગુણોની સાધના કરવામાં આવે છે. ઉપવાસ કરીને મન અને શરીરને એકાગ્ર કરવાની પ્રક્રિયા વ્રતને મહત્ત્વપૂર્ણ બનાવે છે.
5 પ્રકારના મોટા પાપથી બચવા ઉપર ભાર આપવામાં આવે છે-
જૈન ધર્મમાં હિંસા, અસત્ય, ચોરી, કામ અને મૂર્ચ્છા આ 5 પાપથી બચવા અને મુક્તિ મેળવવા અંગે ભાર આપવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન આ પાપથી સંપૂર્ણ રીતે બચવાની કોશિશ સાથે જ તપ કરવામાં આવે છે. આ તપ ગુસ્સો, મોહ, માયા, લોભથી બચવા માટે કરવામાં આવે છે. જેથી જીવનમાં સાત્વિકતા વધે. જૈન ધર્મ પ્રમાણે પાંચમ તિથિ શાંતિ સમતા અને સમૃદ્ધિની પ્રથમ તિથિ છે. એટલે આ તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.