તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Festival Of Honeymoon Is Done To Get Rid Of The Defects, Rishi Panchami Fasting, On This Day The Seven Sages Are Worshipped.

સામા પાંચમ:દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પાંચમ કરવામાં આવે છે, આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વ્રતમાં અનાજ અને મીઠાનું સેવન કરવામાં આવતુ નથી

ઋષિ પાંચમનું વ્રત 11 સપ્ટેમ્બર, શનિવાર એટલે આજે કરવામાં આવશે. આ વ્રત દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. તેને ખાસ મહિલાઓ જ રાખે છે. વ્રતની પાછળ માન્યતા છે કે જાણ્યે-અજાણ્યે બધાથી કોઈને કોઈ પાપ થઈ જ જાય છે. જેમ કે, કોઈ જગ્યાએ પગ રાખવાથી જીવની હત્યા, કોઈને ખરાબ કહેવાથી વાણીનું પાપ લાગે છે. કોઈને ઠેસ પહોંચાડવાથી માનસ પાપ લાગે છે. એટલે આ પ્રકારના દોષ અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત ફળદાયી છે.

આ પાંચમ ક્યારે આવે છે-
ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન થાય છે.

વ્રત કથા સાંભળવાનું મહત્ત્વ-
સપ્ત ઋષિઓની પૂજા હળદર, ચંદન, નાડાછડી, અબીર, ગુલાલ, મહેંદી, ચોખા, વસ્ત્ર, ફૂલ વગેરે દ્વારા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી ઋષિ પંચમી વ્રતની કથા સાંભળવામાં આવે છ. આ કથાને સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે.

આ વ્રતમાં અનાજ અને મીઠાનું સેવન કરવામાં આવતુ નથી
આ વ્રતમાં અનાજ અને મીઠાનું સેવન કરવામાં આવતુ નથી

આ દિવસે શું ભોજન કરવું-
ઋષિ પંચમીના દિવસે મોરૈયો અને દહીં ખાવાની પરંપરા છે. અનાજ અને મીઠાનું સેવન કરવું જોઈએ નહીં. પૂજા પછી કળશ સામગ્રીને દાન કરો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં પછી જ ભોજન કરો.

ધ્યાન રાખવામાં આવતી વાતો-

1. સવારથી બપોર સુધી ઉપવાસ કરો. પૂજા સ્થાનને ગોબરથી લીપવું.

2. માટી કે તાંબાના કળશમાં જવ ભરીને ચોકમાં સ્થાપિત કરો.

3. પંચરત્ન, ફૂલ, ગંધ, ચોખા સાથે પૂજન કરી વ્રતનો સંકલ્પ કરો.

4. કળશ પાસે અષ્ટદળ કમળ બનાવી, તેના દળમાં ઋષિઓ અને તેમની પત્નીની પ્રતિષ્ઠા કરો.

5. બધા જ સપ્તઋષિઓનું 16 વસ્તુઓ સાથે પૂજન કરો.

અન્ય સમાચારો પણ છે...