• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Father Of Shanidev, Yamraj And Yamunaji Is Sun God, Let's Know The Special Thing About Surya God, One Of The Panchadevs.

સૂર્યદેવે હનુમાનજીને આપ્યું હતું વેદનું જ્ઞાન:શનિદેવ, યમરાજ અને યમુનાજીના પિતા છે સૂર્ય દેવ, આવો જાણીએ પંચદેવ પૈકી એક સૂર્યદેવની ખાસ વાત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મીનારક કમુરતાંમાં સૂર્ય પુજાનું વિશેષ મહત્ત્વ છે. જે લોકો બ્રહ્મમુહૂર્તમાં જાગીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે, તે લોકોના જ્ઞાનમાં વધારો થાય છે અને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે તેમજ કુંડલીના ગ્રહ દોષ દૂર થાય છે. આ લોકોની ધર્મની લાભની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, સૂર્ય એકમાત્ર દૃશ્યમાન દેવ છે અને તે પંચદેવ પૈકી એક માનવામાં આવે છે. હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા અને તમામ વેદોના જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી.

પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે હનુમાનજી થોડા મોટા થયા ત્યાર બાદ તેમના માતા-પિતા અંજની અને કેસરીએ તેમને શિક્ષણ મેળવવા માટે સૂર્ય ભગવાન પાસે મોકલ્યા હતાં. હનુમાનજી સૂર્યદેવ પાસે પહોંચ્યા અને કહ્યું કે મારે તમારો શિષ્ય બનવું છે.

આ બાદ સૂર્યદેવે હનુમાનજીની વાત શાંતિથી સાંભળી અને કહ્યું કે હું એક ક્ષણ માટે પણ કોઈ જગ્યાએ રહી શકતો નથી તેથી હું તમને જ્ઞાન આપી શકીશ નહિ.

આ બાદ હનુમાનજીએ કહ્યું હતું કે, તમે ચાલતા ચાલતા વેદનું જ્ઞાન બોલતા રહો, હું તમારી સાથે ચાલતા-ચાલતા પણ જ્ઞાન મેળવીશ. સૂર્યદેવ આ માટે તૈયાર થઈ ગયા. આ પછી સૂર્યદેવે હનુમાનજીને બધા વેદનું જ્ઞાન આપ્યું હતું.

શનિદેવ, યમરાજ અને યમુનાના પિતાજી છે સૂર્યદેવ
સૂર્યદેવની પ્રથમ પત્નીનું નામ સંજ્ઞા હતું. યમરાજ અને યમુના, સંજ્ઞા અને સૂર્યદેવના સંતાનો છે. તો સંજ્ઞા સૂર્ય ભગવાનનો મહિમા સહન કરી શકતા નથી, પછી તેણે સૂર્ય ભગવાનની સેવામાં પોતાનો પડછાયો છોડી દીધો અને પોતે ત્યાંથી તેના પિતાના ઘરે ચાલ્યા ગયા હતાં. શનિદેવનો જન્મ છાયા અને સૂર્યના સંતાન તરીકે થયો હતો.

જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોનો રાજા માનવામાં આવે છે
જ્યોતિષમાં કુલ નવ ગ્રહો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ છે. જેમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ ગ્રહ સિંહ રાશિના સ્વામી છે. સૂર્યની ઉપાસના કરવાથી કુંડળીના અનેક ગ્રહ દોષોને શાંત કરી શકાય છે.

સૂર્ય પૂજાના સરળ સ્ટેપ્સ

  • દરરોજ સવારે વહેલા ઉઠો અને સ્નાન કરતી વખતે તાંબાના વાસણમાં પાણી ભરો. ચોખા અને ફૂલો ઉમેરો. આ પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો.
  • 'ઓમ સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરતા-કરતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.
  • જો તમે સૂર્યના દર્શન કરી શકતા નથી, તો તમે ઘરે સૂર્ય ભગવાનની મૂર્તિ અથવા તસવીરની પણ પૂજા કરી શકો છો.
  • આ બાદ ધૂપ-દીવો પ્રગટાવો અને મીઠાઈનો ભોગ અર્પણ કરો. સૂર્યના મંત્રોનો જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ.