• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Fast Of Married Women On Vinayaka Chaturthi Of Paush Month On 6th January, On This Day Ganesh Worship Increases Good Fortune

વિનાયક ચોથ:ગુરુવારે પોષ મહિનાની ચોથ તિથિ રહેશે, આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોષ મહિનાના સુદ પક્ષની ચોથ 6 જાન્યુઆરી, ગુરુવારના રોજ છે. જેને વિનાયક ચોથ કહેવામાં આવે છે. ગણેશજીની કૃપા મેળવવા માટે આ દિવસે વ્રત અને પૂજા કરવાનું વિધાન છે. સાથે જ, સાંજે ચંદ્રના દર્શન કરી જળ ચઢાવવામાં આવે છે. પછી ગણેશજી સાથે જ ચંદ્રની પૂજા કરવામાં આવે છે. પરણિતા મહિલાઓ માટે આ દિવસ ખાસ હોય છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશ સાથે શિવ-પાર્વતી અને ચંદ્રની પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે.

દર મહિને 2 ચોથ તિથિ રહે છે
ગણેશ પુરાણ પ્રમાણે, ચોથ તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. દરેક મહિનામાં બે ચોથ તિથિ હોય છે. એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં. સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ કહેવાય છે જ્યારે વદ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે. અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે. આ બંને તિથિઓમાં ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે.

વિનાયક ચોથના દિવસે આ રીતે પૂજા કરો
સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને સાફ કપડા પહેરવાં. તે પછી પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો. પૂજા સમયે શ્રદ્ધા પ્રમાણે સોના, ચાંદી, પીત્તળ, તાંબા કે માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. તે પછી સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા કરતી સમયે ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. પછી ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો.

ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. પછી લાડવાનો પણ ભોગ ધરાવો. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપો. સાંજે ફરી ગણેશજીની પૂજા અને આરતી કરો. તે પછી ભોજન કરવું.

વિનાયક ચોથના દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે
વિનાયક ચોથના દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે

ગણેશજીના 12 નામનો જાપ
ભગવાન ગણેશના 12 નામ મંત્રનો જાપ અને પૂજા કર્યા પછી મોદક કે લાડવાનો પ્રસાદ ભગવાનને ધરાવો. પછી ભક્તોને પ્રસાદ વહેંચો. તે પછી બ્રાહ્મણ ભોજન પણ કરાવો

ૐ સુમુખાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગજકર્ણાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નનાશાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.

વિનાયક ચોથનું મહત્ત્વ
વિનાયક ચોથ તિથિએ શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને પછી સાંજના સમયે. માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે. ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...