• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Eight Arms Of The Goddesses Symbolize The Eight Powers Within The Soul, While The Asuras Symbolize Our Vices. B K SIVANI DIDI, Brahma Kumari

આત્મશક્તિનું આવાહન:દેવીઓની અષ્ટ ભુજાઓ આત્માના અંદરની અષ્ટ શક્તિઓનું પ્રતીક છે, જ્યારે અસુર આપણા અવગુણોનાં પ્રતીક હોય છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય જીવન શું માત્ર નવ દિવસ જોઈએ કે કાયમ માટે? તહેવારો આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે. જે વસ્તુ આપણે નવ દિવસ કરી શકીએ છીએ, તેને આજીવન પણ કરી શકીએ છીએ.

નવરાત્રિનો ઉત્સવ શરૂ થવાનો છે. આપણે ભેગામળીને શક્તિઓનું આવાહન કરીશું. આપણે તેમને શક્તી પણ કહીએ છીએ, માઁ પણ કહીએ છીએ, તેમને અસ્ત્ર-શસ્ત્ર સાથે પણ બતાવીએ છીએ અને તેમનાં જ ચરણોમાં અસર પણ બતાવીએ છીએ. આ બધાની પાછળ શું જ્ઞાન છે? આપણે જે શક્તિઓનું આવાહન કરી રહ્યા છીએ તે કઈ છે અને ક્યાંથી આવશે? દિવ્યતા અને પવિત્રતા આત્માના મૂળ ગુણ છે. આપણે જ્યારે પણ પોતાની દિવ્યતા ભૂલી જઈએ છીએ તો આપણી અંદરના જે અવગુણ છે - કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે બહાર આવે છે. કોઈએ તેને સાંકેતિક રીતે બતાવવા હોય તો કેવી રીતે બતાવશે. જેમકે ક્યાંક જોખમ છે એવું બતાવવું હોય તો શું કરીશુ? આપણે એક ચિત્ર બનાવીએ છીએ. એટલે અસરુ પ્રતીકાત્મક છે. હકીકતમાં તે આપણા અંદરની આસુરી વૃત્તિઓ એટલે કે નેગેટિવિટી, નબળાઈઓ, વિકાર, ઈર્ષ્યા, ઘૃણા વગેરે છે. આપણે અંદરના અસુરોને જાગૃત કરીને રાખ્યા છે. હવે અંદરની દિવ્યતાને જગાડવાના દિવસો આવ્યા છે. તેનાથી બુરાઈઓ સમાપ્ત થઈ જશે. આજે આપણે જે દિવ્યતાનું આવાહન કરી રહ્યા છીએ, તે આપણા અંદર જ છે અને પેલા જે અસુર પગમાં દેખાઈ રહ્યા છે તે પણ આપણા અંદર જ છે.

દેવીઓની અષ્ટ ભુજાઓ આત્માના અંદરની અષ્ટ શક્તિઓનું પ્રતીક છે. દરેક ભૂજામાં એક-એક શસ્ત્ર બતાવાયું છે. એટલે કે જ્યારે જ્ઞાનની શક્તિ સાથે આત્માની શક્તિનો ઉપયોગ કરશે તો દિવ્યતા બહાર આવશે. અષ્ટભુજાધારી એટલે કે અષ્ટ શક્તિવાળી દિવ્યાત્મા. આપણે આજે સહજતાથી કહી દઈએ છીએ કે, મારા અંદરતો શક્તિ જ નથી. હું બધાની સાથે એડજસ્ટ કરી શખતી નથી. આપણે આમ કહીને પોતાના અંદરની શક્તિઓ ઘટાડી દીધી છે. આ નવ દિવસ શક્તિઓનું આવાહન કરવાનું છે. એટલે સૌથી પહેલા જાગરણ કરે છે. જાગરણનો અર્થ અજ્ઞાનની ઊંઘમાંથી જાગવાનું છે. પછી આપણે નવ દિવસ વ્રત રાખીશું. વ્રત માત્ર ખાવા-પીવાના નથી, પરંતુ સાથે-સાથે એ વાતનો પણ વ્રત લેવાનો છે કે, આપણે નવ દિવસ ગુસ્સો નહીં કરીએ, પરચિંતન નહીં કરીએ, કોઈની ખોટી વાત નહીં ફેલાવીએ, સવારે વહેલા જાગીને ધ્યાન કરીશું, નવ દિવસમાં કોઈ ખોટી વસ્તુ ખાઈશું-પીશું નહીં.

ત્રીજું છે સાત્વિક અન્ન. દિવ્યતા અને સાત્ત્વિક્તા બંને સાથે-સાથે છે. તામસિક ભોજન ખાઈશું તો દિવ્યતા પેદા નહીં થાય. સાત્વિક ભોજન એટલે કે શુદ્ધ શાકાહારી (ડુંગળી-લસણ વગરનું), પરંતુ સાથે-સાથે પરમાત્માની યાદમાં પણ ડૂબેલા રહેવાનું છે. આપણે જ્યારે સાત્વિક ભોજન શરૂ કરી રહ્યા છીએ તો એ પણ વિચારી લોકે માત્ર નવ દિવસ શા માટે? દિવ્ય જીવન શું માત્રનવ દિવસ માટે જોઈએ છે કે કાયમ માટે? તહેવારો આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે. જે વસ્તુ આપણે નવ દિવસ કરી શકીએ છીએ, તેને આજીવન પણ તો કરી શકીએ છીએ. જોકે, નવ દિવસમાં ધ્યાન રાખવાનું છે કે પ્રતિજ્ઞા માત્ર મોઢેથી કરવાની નથી. આપણે નવ દિવસ દીવો પણ પ્રગટાવીએ છીએ, જે આત્માનું પ્રતીક છે. ‘હું આત્મા છું’ જ્યારે આ બહાર આવશે ત્યારે તે જ્વાળા સળગતી રહેશે અને તેનો પ્રકાશ ચારેય તરફ ફેલાશે. કહેવાય છે કે, જ્યારે દીવો સળગતો રહે છે તો જીવન શુભ હોય છે. હવે કયો દીવો સળગતો રહે - પ્રેમનો દીવો, સન્માનનો દીવો, સહયોગનો દીવો, સૌનો દીવો.

જાગરણ, સાત્ત્વિક્તા, વ્રત અને દીવો જ્યારે આ બધું જ થઈ ગયું તો આપણા સંબંધોમાં પ્રેમ ફેલાય છે. એક-બીજા સાથે એડજસ્ટ કરવું, સહયોગ આપવો, આ સ્વાભાવિક જીવન જીવવાની રીત બની જાય છે. આ સહયોગનું પ્રતીક છે રાસ અને ગરબા. બધાના હાથમાં બે દાંડી હોય છે. હવે જો એક-બીજા સાથે દાંડી ટકરાવીને જો તાલમેલ બેસાડીએ છીએ તો અત્યંત સુંદર નૃત્ય થઈ જાય છે. જો તમે પોતાની જ દાંડી મારતા રહેશો તે તે ડાન્સ યુદ્ધનું મેદાન બની જશે. આ એ લોકો છે, આપણે જેમની સાથે રહીએ છીએ, કામ કરીએ છીએ. તેમના સંસ્કાર જુઓ, તેને જોઈને પોતાના સંસ્કારનો ઉપયોગ કરો. પરમાત્મા કહે છે કે, જે આત્મા જીવનમાં જાગરણ કરે છે, વ્રત કરે છે તો તેના જીવનમાં સાત્ત્વિક્તા પણ આવી જાય છે. આત્માની ચેતના તેને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. તે બીજાંની સાથે સંસ્કારોના રાસ કરે છે. આપણે માત્ર દેવીઓનું આવાહન જ નહીં પરંતુ પોતાના અંદરની એ દૈવીય શક્તિનું આવાહન કરવાનું છે.

બી.કે. શીવાની, બ્રહ્માકુમારી