તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંતોત્સવ:ફાગણ પૂર્ણિમાએ ચંદ્ર અને વસંત ઋતુના પ્રભાવથી પ્રકૃતિમાં ઉત્સાહ અને આનંદનો સંચાર થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાગણ પૂર્ણિમાએ ખાન-પાનમાં ફેરફાર કરવો જોઇએ, આ દિવસથી વધારે ફળનું સેવન કરવું જોઇએ

ફાગણ પૂર્ણિમાએ ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે. સાથે જ વસંત ઋતુ પણ હોય છે. એટલે આ દિવસથી પ્રકૃતિમાં વિશેષ ફેરફાર પણ અનુભવ થવા લાગે છે. આ કારણે આયુર્વેદ અને પૌરાણિક ગ્રંથોમા આ દિવસથી જ ખાનપાન અને દિનચર્યામાં ફેરફાર કરવાની વાત કહેવામાં આવે છે.

ફાગણમાં ચંદ્રનો જન્મ થયો હતોઃ-
પૌરાણિક કથાઓ પ્રમાણે ફાગણ મહિનામાં જ ચંદ્રનો જન્મ થયો, એટલે આ મહિનામાં ચંદ્રની પણ ઉપાસના કરવી જોઇએ. ફાગણ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના વિશેષ ફળદાયી છે. આ મહિનાની પૂર્ણિમા તિથિએ ખાનપાન અને દિનચર્યામાં ફેરફાર કરવો જોઇએ. આ મહિનામાં ભોજનમાં અનાજનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઇએ અને ફળનું સેવન કરવું જોઇએ.

પ્રકૃતિમાં ઉત્સાહનો સંચાર વધે છેઃ-
ફાગણ પૂર્ણિમા વસંત ઋતુની પૂર્ણિમા હોય છે. આ ઋતુ દરમિયાન પ્રકૃતિમાં ફેરફાર થવા લાગે છે. ત્યાં જ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે હોય છે. આ તિથિના સ્વામી ચંદ્ર જ હોય છે એટલે ચંદ્રનો પણ પ્રભાવ વધેલો રહે છે. ચંદ્ર પોતાના કિરણો દ્વારા પ્રકૃતિમાં પોઝિટિવ ફેરફાર વધારે છે. ચંદ્ર અને વસંત ઋતુના પ્રભાવથી આ દિવસે પ્રકૃતિમાં ઉત્સાહનો સંચાર વધે છે.

ફાગણ પૂર્ણિમાએ દિનચર્યામાં ફેરફાર કરવો જોઇએઃ-
એસ એ એસ આયુર્વેદિક હોસ્પિટલ વારણસીના અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્રાના જણાવ્યા પ્રમાણે ફાગણ મહિનાની પૂર્ણિમાએ વસંત ઋતુનો પ્રભાવ વધી જાય છે. એટલે આ દિવસથી ખાનપાનમાં ફેરફાર કરવો જોઇએ. દિવસમાં સૂવું જોઇએ નહીં. હળવું અને સરળતાથી પચી શકે તેવું ભોજન કરવું જોઇએ. ભોજનમાં ફળનો ઉપયોગ વધારે કરવો જોઇએ. સાથે જ નવા અનાજનો ઉપયોગ કરવાથી બચવું અને જૂના અનાજનો ઉપયોગ કરવો જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો