• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Coming Teej Festival Ekadashi Of Aghan Will Be On 30th November, Pradosh And Shiva Chaturdashi Will Be On 2nd And Shanishchari Amavasya Will Be

તિથિ-તહેવાર:30 નવેમ્બરે ઉત્પત્તિ એકાદશી; 4 ડિસેમ્બરે શનિશ્વરી અમાસના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, 2 ડિસેમ્બરે પ્રદોષ વ્રત અને શિવ ચૌદશ રહેશે

ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં કારતક મહિનાનું વદ પક્ષ પૂર્ણ થઈને માગશર મહિનો શરૂ થઈ જશે. માગશર મહિનામાં તીર્થ સ્નાન અને શ્રદ્ધા પ્રમાણે દાન કરવાની પરંપરા છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ સાથે જ શિવપૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. એટલે ઉત્પત્તિ એકાદશી અને તે પછી પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ અને અમાસ ખાસ રહેશે. આ સપ્તાહના છેલ્લા દિવસોમાં શનિવારે અમાસનો શુભ સંયોગ હોવાથી શનિશ્વરી અમાસ પર્વ ઉજવાશે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ પણ રહેશે. પરંતુ ભારતમાં જોવા મળશે નહીં જેથી તેનું સૂતક પણ લાગશે નહીં. જેથી આખો દિવસ સ્નાન-દાન અને પૂજાપાઠ કરી શકશો.

ઉત્પત્તિ એકાદશી (30 નવેમ્બર)
30 નવેમ્બરના રોજ કરતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે એકાદશી તિથિ ઉત્પન્ન થઈ હતી. એટલે એકાદશીની શરૂઆત થઈ હતી. આ તિથિએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત સાથે જ દાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

2 ડિસેમ્બરે પ્રદોષ વ્રત અને શિવ ચૌદશ રહેશે
2 ડિસેમ્બરે પ્રદોષ વ્રત અને શિવ ચૌદશ રહેશે

પ્રદોષ અને શિવ ચૌદશ (2 ડિસેમ્બર)
કારતક મહિનાના વદ પક્ષની તેરસ અને ચૌદશ તિથિ ગુરુવારે છે. એટલે પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિ આ દિવસે ઊજવવામાં આવશે. આ દિવસે સાંજે પ્રદોષ પૂજા અને રાતે શિવ ચૌદશના દિવસે ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવશે. જેથી બે વિવિધ દિવસે વ્રત રાખવા પડશે નહીં.

શનિશ્વરી અમાસ (4 ડિસેમ્બર)
શનિવારે અમાસ તિથિ હોવાથી શનિશ્વરી અમાસનો સંયોગ બને છે. આ યોગમાં પિતૃઓ ચંદ્રની કળાનું પાન કરે છે. એટલે ગ્રંથોમાં આ સંયોગને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે પૂજા અને તર્પણ કરવામાં આવે છે. કારતક મહિનાની અમાસના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધથી પિતૃઓ વર્ષભર તૃપ્ત થઈ જાય છે.