જૂનથી બીજા સપ્તાહના છેલ્લાં અને ત્રીજા સપ્તાની શરૂઆતના દિવસોમાં મોટા વ્રત-તહેવાર રહેશે. જેમાં પાંચ દિવસ સુધી સતત વ્રત-તહેવાર રહેશે. જેમાં 10 જૂનના રોજ ગંગા દશેરા પછી નિર્જળા એકાદશી, ગાયત્રી જયંતી, પ્રદોષ અને રૂદ્ર વ્રત કરવામાં આવશે. નારદ પુરાણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 14 જૂનના રોજ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. ગ્રંથોમાં આ દિવસે સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
ગંગા દશેરાઃ 10 જૂન, ગુરુવાર
પુરાણો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષના દસમા દિવસે એટલે દસમ તિથિએ ધરતી ઉપર ગંગા માતા પ્રકટ થયાં હતાં, એટલે આ દિવસે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. આ પર્વમાં ગ્રહ-નક્ષત્રની ખાસ સ્થિતિ બનશે. સૂર્ય અને ચંદ્ર મંગળના નક્ષત્રમાં રહેશે. ચંદ્ર ઉપર મંગળ અને ગુરુની દૃષ્ટિ પડવાથી મહાલક્ષ્મી અને ગજકેસરી રાજયોગનું ફળ પણ મળશે. એટલે આ પર્વ ખાસ રહેશે. આ દિવસે ગાયત્રી જયંતી પણ રહેશે.
નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતીઃ 11 જૂન, શુક્રવાર
11 જૂનના રોજ ગાયત્રી જયંતી ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને જળ ચઢાવતી સમયે ગાયત્રી મંત્ર બોલવાથી ઉંમર અને જીવન શક્તિ પણ વધે છે. સાથે જ, આ દિવસે નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે કશું જ ખાધા-પીધા વિના નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી અથવા સોનાની હોડીમાં બેસાડીને તેમને નૌકા વિહાર પણ કરાવવામાં આવે છે. આ દિવસે જળથી ભરેલું માટલું, પંખો, કેરી, તરબૂચ અથવા કોઈપણ સિઝનલ ફળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પ્રદોષ વ્રતઃ 12 જૂન, રવિવાર
જેઠ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ હોવાથી આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવી રહ્યું છે. મંગળવાર હોવાથી ભોમ પ્રદોષ રહેશે. મંગળવારના રોજ તેરસ તિથિમાં ભગવાન શિવની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.
રૂદ્ર વ્રતઃ 13 જૂન, સોમવાર
જેઠ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ રૂદ્ર વ્રત કરવામાં આવે છે. જેનો ઉલ્લેખ નારદ પુરાણમાં છે. આ તિથિએ સાંજે ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપની ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનાની ગાયનું દાન કરવાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. પરંતુ જો એવું શક્ય ન હોય તો લોટમાં હળદર મિક્સ કરીને તેનાથી ગાય બનાવવી જોઈએ. તેમની પ્રાણ-પ્રતિષ્ઠા કરી કોઈ મંદિરમાં તેનું દાન કરવામાં આવી શકે છે. આવું કરવાથી સોનાની ગાયના દાન સમાન પુણ્ય મળે છે.
જેઠ પૂનમ, વટ સાવિત્રી વ્રતઃ 14 જૂન, મંગળવાર
પુરાણો પ્રમાણે જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવેત તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય અખૂટ હોય છે. ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડ નીચે ભગવાન શિવ-પાર્વતી પછી સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, યમરાજને પણ પ્રણામ કરવામાં આવે છે. પોતાના પતિની લાંબી ઉંમર માટે પરિણીતા મહિલાઓ આ વ્રત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.