• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Color Of The Goddess Gives Inspiration For Positive Change, The Weapons Show That For Success, One Should Work Hard With Enthusiasm And Full Force.

શક્તિ આરાધના:દેવીનું સ્વરૂપ પોઝિટિવ ફેરફારની પ્રેરણા આપે છે, તેમના શસ્ત્ર ઉત્સાહ અને મહેનત કરવાનો સંકેત આપે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવીની આંગણીમાં ચક્ર જણાવે છે કે ભય વિના કોઈપણ કામ કરવાથી તેમાં અસફળતાની શક્યતા રહેતી નથી

નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજાનું ધાર્મિક મહત્ત્વ તો છે, પરંતુ તે વ્યવહારિક દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે દેવી આરાધનામાં માતાના દરેક સ્વરૂપનું ખાસ મહત્ત્વ હોય છે. દેવીનું દરેક સ્વરૂપ પોતાનામાં પોઝિટિવ ફેરફાર કરવા માટે પ્રેરિત કરે છે. દેવીના અસ્ત્ર-શસ્ત્ર, વાહન અને રંગરૂપનો સંકેત સમજીને પોતાનામાં ફેરફાર કરવામાં આવે તો શક્તિ આરાધના સફળ થઈ શકે છે.

દેવીના શસ્ત્ર અને રંગરૂપ દ્વારા શું બોધપાઠ મળે છે-

1. તલવારઃ દેવીના હાથમાં તલવારની તેજ ધાર જ્ઞાનનું પ્રતીક છે. આ જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે. તલવારની ચમક જણાવે છે કે જ્ઞાનના રસ્તે કોઈ શંકા હોતી નથી.

2. શંખઃ શંખનો અવાજ પોઝિટિવિટી, ઉત્સાહ અને પવિત્રતાનું સૂચક છે. શંખના અવાજથી શરીરમાં ઉત્સાહ અને પોઝિટિવિટી પેદા થાય છે. આ બંનેથી જ દરેક કામ સફળ થાય છે.

3. ચક્રઃ દેવીની પહેલી આંગળીમાં ચક્ર એ જણાવે છે કે તાકાત અને પરાક્રમથી દરેક કામ કરવા જોઈએ. ડર્યા વિના કોઈપણ કામ કરવાથી તેમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.

4. ધનુષ-બાણ- તીર-ધનુષ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકારે માતા દુર્ગાના હાથમાં ધારણ વજ્ર દૃઢતાનું પ્રતીક છે. જે વ્યક્તિની શક્તિ અને ક્ષમતાને દર્શાવે છે.

5. કમળનું ફૂલઃ કમળ કાદવમાં રહીને તેનાથી અલગ રહે છે, તે પ્રકારે મનુષ્યને પણ સાંસારિક કીચડ, વાસના, લોભ, લાલચથી દૂર રહેવું જોઈએ. વિપરીત પરિસ્થિતિઓમાં ધૈર્ય સાથે કર્મ કરવાથી સફળતા મળે છે.

6. ત્રિશૂળઃ ત્રિશૂળ સાત્વિક, તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ગુણો ઉપર સંપૂર્ણ રીતે કાબૂ રાખવાનો સંદેશ આપે છે.

7. ઓમઃ દુર્ગાજીના હાથમાં બનેલો ઓમ પરમાત્માનો બોધ કરાવે છે. આ પ્રણવ અક્ષરમાં જ બધી શક્તિઓ નિહિત માનવામાં આવે છે. આ પવિત્ર અક્ષર આખા બ્રહ્માંડનું પ્રતીક છે. તેનાથી મનને એકાગ્ર કરવામાં મદદ મળે છે.

8. લાલ રંગઃ દેવીને સમર્પિત વસ્તુઓમાં લાલ રંગને અગ્નિ તત્વ ગ્રહ સૂર્ય અને મંગળ ગ્રહની અનુકંપા જાળવી રાખવા માટે રાખવામાં આવે છે. આ રંગ ઉત્સાહ વધારે છે. જેથી દરેક કાર્યોમાં સફળતા મળે છે.

9. સિંહની સવારીઃ સિંહને ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. દેવીના સિંહ ઉપર સવાર થવાનો એ અર્થ છે કે જે ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓ ઉપર કાબૂ રાખવો જોઈએ. માતા દુર્ગા એ સંકેત આપે છે કે જીવનમાં અનેક અવગુણ ઉપર નિયંત્રણ કરીને આપણે પણ શક્તિ સંપન્ન બની શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...