તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Chanting Of Two Letters Named Rama Is Considered To Be Similar To The Recitation Of Vishnu Sahasranama, Lord Shiva Himself Stated Its Importance

રામનો મહિમા:રામ નામના બે અક્ષરોનો જાપ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ સમાન માનવામાં આવે છે, ભગવાન શિવજીએ સ્વયં તેનું મહત્ત્વ જણાવ્યું હતું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામની મહિમા અને અયોધ્યાનો વૈભવ બંનેનું વર્ણન ગ્રંથોમાં છે

આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન છે. 492 વર્ષ પછી અયોધ્યામાં રામલલા ફરી વિરાજશે. આખો દેશ આ સમયે રામમય થઇ રહ્યો છે. ભગવાન રામનું આટલું મહત્ત્વ સનાતન પરંપરામાં કેમ છે, તેના અનેક પ્રમાણ ગ્રંથોમાં છે. બુધકૌશિક ઋષિ દ્વારા રચાયેલ રામરક્ષા સ્ત્રોત અને વેદ વ્યાસના વિષ્ણુ સહસ્ત્રનામમાં સ્પષ્ટ ઉલ્લેખવામાં આવ્યું છે કે, રામ નામના બે અક્ષરોનો જાપ ભગવાન વિષ્ણુના એક હજાર નામ સમાન છે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, માતા પાર્વતીએ જ્યારે ભગવાન શિવને પૂછ્યુ કે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો જાપ કયા ઉપાયથી કરવામાં આવી શકે છે ત્યારે ભગવાન શિવએ જણાવ્યું કે, માત્ર રામ નામનો જાપ જ ભગવાન વિષ્ણુના હજારો નામ સમાન છે. હું સ્વયં દિવસ-રાત તેમનો જ મનમાં ને મનમાં જાપ કરું છું. રામ નામની મહિમા અને અયોધ્યાના વૈભવને પ્રમાણિત કરતાં ગ્રંથોના થોડાં ઉદાહરણ અહીં આપવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...