તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા:શિવલિંગ ઉપર વારંવાર ધોઇને બીલીપાન ચઢાવી શકાય છે, ઘણાં દિવસો સુધી આ પાન વાસી થતા નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમાસ અને રવિવારે બીલીપાન તોડવા જોઇએ નહીં

પૂજા-પાઠમાં અનેક પ્રકારની સામગ્રીઓ ભગવાનને ચઢાવવામાં આવે છે. બધા જ દેવી-દેવતાઓની પૂજન સામગ્રીમાં વિવિધ વસ્તુઓનું વિશેષ મહત્ત્વ છે. શિવપૂજામાં બીલીપાન ખાસ કરીને સામેલ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બીલીપાનનું વૃક્ષ ઘરની બહાર કે આસપાસ હોય તો વાસ્તુના અનેક દોષ દૂર થઇ જાય છે. આયુર્વેદમાં પણ આ વૃક્ષનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

અનેક દિવસો સુધી બીલીપાન ચઢાવી શકાય છેઃ-
શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતા બીલીપાન અનેક દિવસો સુધી વાસી માનવામાં આવતાં નથી. એક જ બીલીને સતત ધોઇને ફરીથી પૂજામાં ચઢાવવામાં આવે છે. હાલ દેશભરમાં કોરોનાવાઇરસના કારણે લોકડાઉન છે, આવી સ્થિતિમાં રોજ તાજા બીલીપાન મળવા મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં બીલીપાનનો ઘણાં દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

આઠમ, ચૌદશ, અમાસ અને રવિવારે બીલીપાન તોડવા જોઇએ નહીં. આ વર્જિત તિથિમાં બજારથી ખરીદીને બીલીપાન શિવજીને ચઢાવી શકો છો. આ તિથિએ તાજા બીલીપાન મળે નહીં તો જૂના પાનનો ઉપયોગ કરી શકાય છે.

બીલી વૃક્ષ શિવજીનું સ્વરૂપ છેઃ-
શિવપુરાણમાં બીલીવૃક્ષને શિવજીનું જ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યું છે. તેને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રીદેવી લક્ષ્મીનું એક નામ છે. આ કારણે બીલીની પૂજાથી લક્ષ્મીજીની કૃપા પણ મળે છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, ડાળીમાં મહેશ્વરી, શાખામાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. આ કારણે જ આ વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ વધારે છે.

આ વૃક્ષને ઘરની કઇ દિશામાં લગાવવું-
બીલીવૃક્ષના કારણે ઘરમાં પોઝિટિવિટી બની રહે છે. બીલીનો છોડ વાવવો હોય તો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવવો શુભ રહે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવવો શક્ય ન હોય તો ઘરની ઉત્તર દિશામાં પણ વાવી શકાય છે.