શનિવારે 21 જાન્યુઆરીએ પોષ માસની (મૌની) અમાસ છે. જ્યારે શનિવારે અમાસ હોય છે તો તેને શનિશ્ચરી અમાસ કહેવારમાં આવે છે. આ દિવસે નદીમાં સ્નાન કરવું જોઈએ. તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. મૌની અમાસના દિવસે આખો દિવસ મૌન રહીને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. આ મહિનામાં પ્રયાગરાજમાં મેળો લાગે છે. જેમાં અનેક ભક્તો સ્નાન કરવા પહોંચે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માઘ માસની અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવાની પરંપરા છે. શનિશ્ચરી અમાસના દિવસે દાન-પુણ્ય જરૂર કરવા જોઈએ. જરૂરિયાતમંદ લોકોને કામળો, જૂતાં-ચપ્પલ, કપડાં, કાળા તલ અને અનાજનું દાન કરવું જોઈએ. કોઈ મદિરમાં પૂજા સામગ્રી ભેટ જરૂર કરો.
આ રીતે કરો શનિદેવની પૂજા
શનિદેવને સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ અર્થાત્ મૂર્તિ પર તેલ ચઢાવવું જોઈએ. ત્યારબાદ શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા. સરસિયાના તેલથી દીવો પ્રગટાવવો. ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને તેલ અને કાળા તલનું દાન કરો. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરો.
પોષ અમાસ પર કરી શકો છો આ શુભ કામ
પોષી અમાસ પર ગંગા, યમુના, સરસ્વતી, શિપ્રા, નર્મદા, ગોદાવરી, અલકનંદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. કોઈ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં દર્શન કરો. આ દિવસે કોઈ ધામ, જ્યોતિર્લિંગની કે કોઈ બીજા તીર્થ સ્થાનની યાત્રા કરી શકો છો.
હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઈચ્છો તો ऊँ रामदूताय नम: મંત્રનો જાપ કરી શકો છો.
શિવલિંગ પર દૂધ, જળ ચઢાવો. બિલી પત્ર, આંકડાના ફૂલ, ધતૂરા, જનેઉ, મધ વગેરે વસ્તુઓ અર્પિત કરો. ફૂલોથી શરણગાર કરો. મિઠાઈનો ભોગ લગાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરતાં રહો.
ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કેસર મિશ્રિત દૂધથી કરો. હાર-ફૂલથી શણગાર કરો. મિઠાઈનો ભોગ લગાવો, દીવો પ્રગટાવો. ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો.
ઘરમાં બાળ ગોપાળની મૂર્તિ હોય તો તેનો પણ અભિષેક કરો. નવા વસ્ત્ર અર્પિત કરો. कृं कृष्णाय नम: મંત્રનો જાપ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.