• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Ancestors Are Also Satisfied By Offering Water To Peepal On This Day On Amavasya 6, As Well As Easy Method, Shradh Can Be Done At Home.

આજે સર્વપિતૃ અમાસ:આ દિવસે પીપળામાં જળ ચઢાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, આજે 11.36 કલાકે સરળ વિધિએ ઘરે જ શ્રાદ્ધ કરો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 3 શુભયોગ, આ સંયોગમાં કરવામાં આવતા તર્પણથી અનેક વર્ષો સુધી પિતૃઓ તૃપ્ત રહેશે

6 ઓક્ટોબર, ગુરુવારે આસો મહિનાની અમાસ છે. તેને સર્વપિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે 11 વર્ષ પછી ગજછાયા યોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ અને ચતુર્ગ્રહી યોગ પણ રહેશે, જેથી પર્વનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. આ શુભ સંયોગમાં તીર્થ સ્નાન, પીપળાની પૂજા, દીપદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે.

તીર્થ સ્નાન અને દીપદાનથી પિતૃઓને શાંતિ મળે છે-
જે લોકોનું અકાળ મૃત્યુ થયું હોય કે જેમની તિથિ યાદ ન હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ માટે સર્વપિતૃમોક્ષ અમાસનો દિવસ શ્રેષ્ઠ રહેશે. શ્રાદ્ધ પક્ષના છેલ્લાં દિવસે તીર્થ સ્નાન કરવાની પણ પરંપરા છે. સાથે જ આ દિવસે બધા જ જ્ઞાત-અજ્ઞાત પિતૃજન, પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી સાંજે દીપદાનનું પણ ખાસ મહત્ત્વ છે.

આજે 3 શુભયોગ, આ સંયોગમાં કરવામાં આવતા તર્પણથી અનેક વર્ષો સુધી પિતૃઓ તૃપ્ત રહેશે
આજે 3 શુભયોગ, આ સંયોગમાં કરવામાં આવતા તર્પણથી અનેક વર્ષો સુધી પિતૃઓ તૃપ્ત રહેશે

પિતૃશાંતિ માટે પીપળામાં દૂધ ચઢાવો-
સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન) સાથે જ પીપળાની સેવા અને પૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. લોટામાં દૂધ, પાણી, કાળા તલ અને જવ મિક્સ કરીને પીપળાની જડમાં ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે જે નરકથી રક્ષા કરાવે છે, તે જ પુત્ર છે. આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પુત્રને પિતૃદોષથી મુક્તિ અપાવે છે.

શાસ્ત્રો પ્રમાણે જે નરકથી રક્ષા કરાવે છે, તે જ પુત્ર છે. આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પુત્રને પિતૃદોષથી મુક્તિ અપાવે છે.
શાસ્ત્રો પ્રમાણે જે નરકથી રક્ષા કરાવે છે, તે જ પુત્ર છે. આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પુત્રને પિતૃદોષથી મુક્તિ અપાવે છે.

સરળ વિધિએ શ્રાદ્ધ-

  • ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું.
  • સાફ કપડા પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો. શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં.
  • દિવસના આઠમાં મુહૂર્ત એટલે કુતુપ કાળમાં શ્રાદ્ધ કરવું. જે 11.36 થી 12.24 સુધી હોય છે.
  • દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગવાળીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસી જવું.
  • તાંબાના મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી લેવું.
  • હાથમાં કુશા ઘાસ રાખો અને જમણાં હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો. આ પ્રક્રિયા 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો.
  • પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. તે પછી પંચબલી એટલે દેવતા, ગાય, કૂતરાં, કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું.
  • બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો.