• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ten Avatar Of Lord Vishnu 2021, Dashavataar, Shri Krishna Is The Eighth Avatar Of Vishnu, Avatar, Kalki Avatar, Parshuram Avatar, Ram Avatar

10 અવતારોની ખાસ વાતો:શ્રીકૃષ્ણ વિષ્ણુજીના આઠમાં અવતાર છે, જ્યારે પૃથ્વી જળમગ્ન થઇ હતી, ત્યારે મત્સ્ય અવતાર થયો હતો, કળિયુગના અંતમાં કલ્કિ અવતાર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે-જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે-ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે

સોમવાર, 30 ઓગસ્ટના રોજ વિષ્ણુજીના આઠમા અવતાર શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવશે. શ્રીમદ ભાગવતમાં શ્રીકૃષ્ણએ જણાવ્યું કે, જ્યારે-જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે-ત્યારે તેઓ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે વિષ્ણુ પુરાણમાં ભગવાનના 10 મુખ્ય અવતાર ઉલ્લેખવામાં આવ્યાં છે. જાણો વિષ્ણુજીના બધા જ 10 અવતારોની ખાસ વાતો....

મત્સ્ય અવતાર
પ્રાચીન સમયમાં અસુર હયગ્રીવનો આતંક વધી ગયો હતો અને સંપૂર્ણ પૃથ્વી જળ મગ્ન થઇ ગઇ હતી. ત્યારે માછલી સ્વરૂપે શ્રીહરિનો પહેલો મત્સ્ય અવતાર થયો હતો. વિષ્ણુજીએ માછલી સ્વરૂપમાં હયગ્રીવનો વધ કર્યો અને પૃથ્વીને જળમાંથી બહાર લાવ્યાં હતાં.

કૂર્મ અવતાર
દેવતા અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. તે સમયે વિષ્ણુજીએ કૂર્મ એટલે કાચબાના સ્વરૂપમાં અવતાર લીધો હતો. કૂર્મ અવતારે મંદાર પર્વત પોતાના કવચ ઉપર ધારણ કર્યો હતો. તે પછી દેવતા અને અસુરોએ સમુદ્રમંથન કર્યું હતું.

વરાહ અવતાર
પ્રાચીન કાળમાં હિરણ્યાક્ષ નામના એક દૈત્યએ પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી. તે સમયે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લીધો અને હિરણ્યાક્ષનો વધ કર્યો. પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યાં હતાં.

નૃસિંહ અવતાર
પ્રહલાદ હિરણ્યકશ્યપ નામના અસુરનો પુત્ર હતો. જેને ભક્ત પ્રહલાદના નામે ઓળખવામાં આવે છે. પ્રહલાદની રક્ષા માટે વિષ્ણુજીએ નૃસિંહ અવતાર લીધો હતો અને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો.

વામન અવતાર
અસુરોના રાજા બલિનો ઘમંડ તોડવા માટે વિષ્ણુજીએ વામન અવતાર લીધો હતો. બલિએ વામનદેવને ત્રણ પગ જમીન આપવાનું વચન આપ્યું હતું. વામનદેવના એક પગમાં ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું હતું. ત્યારે બલિએ ત્રીજો પગ પોતાના માથા ઉપર રખાવી દીધો તો તે પાતાળમાં પહોંચી ગયો હતો.

પરશુરામ અવતાર
વિષ્ણુજીએ પરશુરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. તે સમયે હૈહયવંશી ક્ષત્રિઓના વંશનો પૃથ્વી પરથી 36 વાર નાશ કર્યો હતો. પરશુરામે રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો.

શ્રીરામ અવતાર
ત્રેતાયુગમાં શ્રીરામના સ્વરૂપમાં વિષ્ણુજીએ અવતાર લીધો હતો. તે સમયે રાવણનો આતંક હતો. શ્રીરામજીએ રાવણનો વધ કર્યો અને ત્રણેય લોકને તેના આતંકથી મુક્તિ અપાવી હતી.

શ્રીકૃષ્ણ અવતાર
દ્વાપર યુગમાં કંસ અને દુર્યોધન જેવા અધર્મીઓનો આતંક વધી ગયો હતો. તે સમયે શ્રીકૃષ્ણનો જન્મ થયો. શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો. પાંડવો દ્વારા કૌરવ વંશનો અંત કરાવ્યો અને ધર્મની સ્થાપના કરી હતી.

બુદ્ધ અવતાર
ભગવાન બુદ્ધને વિષ્ણુજીના નવમાં અવતાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે સમાજને હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો હતો.

કલ્કિ અવતાર
ભગવાન વિષ્ણુજીનો દસમો અવતાર કલ્કિ છે. હાલ તે પ્રકટ થયો નથી, પરંતુ કળિયુગના અંતમાં જ્યારે અધર્મ વધી જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ સ્વરૂપમાં પ્રકટ થશે અને ધર્મની સ્થાપના કરશે.

અન્ય સમાચારો પણ છે...