તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરળનું સબરીમાલા મંદિર:દિવાળી પછી ખૂલશે મંદિર, 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધારે ઉંમરવાળા લોકો દર્શન કરી શકશે નહીં, શ્રદ્ધાળુઓને 24 દિવસ ક્વોરન્ટીન કરવાનો પ્રસ્તાવ

7 મહિનો પહેલા
કેરળના સૌથી પ્રખ્યાત સબરીમાલા મંદિર દિવાળી પછી 16 નવેમ્બરે કડક ગાઇડલાઇન ખૂલી શકે છે. - Divya Bhaskar
કેરળના સૌથી પ્રખ્યાત સબરીમાલા મંદિર દિવાળી પછી 16 નવેમ્બરે કડક ગાઇડલાઇન ખૂલી શકે છે.
 • સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો, દર્શન પહેલાં 14 દિવસ અને પછી 10 દિવસ ક્વોરન્ટીન કરવાની સલાહ
 • મંદિરમાં દર્શનની સૌથી કડક ગાઇડલાઇન બની શકે છે, એકવારમાં 5000 લોકોને દર્શન માટે એન્ટ્રી મળી શકે છે

કેરળના સૌથી પ્રખ્યાત સબરીમાલા મંદિરને દિવાળી પછી સામાન્ય લોકો માટે ખોલવાની મંજૂરી મળી છે. રાજ્યના ધર્મસ્વ વિભાગે એ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના વધતા કેસના કારણે હાલ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ જઈ શકશે નહીં. દિવાળી પછી 16 નવેમ્બરે મંદિર ખૂલી શકે છે. મંદિરમાં દર્શન શરૂ કરવાને લઈને એક વિશેષ સમિતિએ થોડી સલાહ આપી છે. એના ઉપર અમલ થશે તો એ કોઈપણ મંદિરમાં દર્શન કરવાની સૌથી કડક ગાઇડલાઇન હોઇ શકે છે.

જોકે હાલ મંદિરનું મેનેજમેન્ટ જોતાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ એને લઈને કોઈપણ ચોખવટ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ બોર્ડ પ્રમાણે સમિતિએ સરકારને પોતાના પ્રસ્તાવ મોકલ્યા છે, જેના અંગે સરકાર વિચાર કર્યા પછી નિર્ણય લેશે. જો આ નિયમ લાગુ થશે તો અહીં દર્શન કરનાર દરેક શ્રદ્ધાળુને લગભગ 24 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. 14 દિવસ દર્શન કર્યાં પહેલાં અને 10 દિવસ દર્શન કર્યાં પછી.

કેરળનું ધર્મસ્વ અને સાંસ્કૃતિક વિભાગ આ વાતને લઈને સ્પષ્ટ કરી ચૂક્યું છે કે હાલ મંદિરમાં જે પૂજાઓ થઈ રહી છે, એમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. 16થી 21 સપ્ટેમ્બર સુધી મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવશે, પરંતુ એમાં કોઈ શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે નહીં. સરકાર આ સમયે ગાઇડલાઇન નક્કી કરવાનું કામ કરી રહી છે.

બે મહિના ખાસ હોય છે, 30 લાખ શ્રદ્ધાળુો દર્શન કરે છેઃ-
નવેમ્બર-ડિસેમ્બરના બે મહિના સબરીમાલા મંદિર માટે ખાસ હોય છે. મલયાલમ કેલેન્ડરમાં તેમને મંડલમ અને મકરવિલક્કૂ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં અહીં અયપ્પા સ્વામીનાં દર્શન કરવાનું મહત્ત્વ છે અને મંદિરમાં વિશેષ આયોજન થાય છે. લગભગ દોઢ મહિના સુધી અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ બે મહિનામાં અહીં ભક્તોની સંખ્યા 30 લાખ જેટલી રહી છે.

વિશેષ સમિતિએ સલાહ આપી છેઃ-

દર્શન માટે 20 વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને દર્શન કરવાની મંજૂરી ન મળે.

મંદિરમાં દર્શન કરતાં પહેલાં 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ જરૂરી.

દર્શન કર્યાં પછી પણ 10 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ હોવો જોઈએ.

મંદિરમાં એક સમયે 5000 લોકોને પ્રવેશ મળે.

મંદિરમાં સમયસર કોવિડ-19 ટેસ્ટ થાય.

કર્મચારીઓ પર પણ આ નિયમો લાગુ પડે.

મુખ્ય પૂજાઓના સમયે 50 લોકોની જ હાજરી હોય.

ઓનલાઇન મંજૂરી, વર્ચુઅલ ક્યૂ સિસ્ટમ, પ્રસાદ અને હાર-ફૂલ જેવી વસ્તુઓની મનાઈ

સબરીમાલા મંદિર લાંબા સમયગાળા સુધી વિવાદોમાં રહ્યું છેઃ-
સબરીમાલા મંદિર ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે. આ મંદિરમાં 10 વર્ષથી વધારે અને 50 વર્ષથી નાની ઉંમરની મહિલાઓને પ્રવેશ અને પૂજાની મંજૂરી હતી નહીં. એને લઈને સુપ્રીમ કોર્ટમાં દખલ બાદ પણ સ્થિતિ એ જ છે. રાજ્યમાં આંદોલન પણ થયાં અને અનેક મહિલાઓએ જબરદસ્તી મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ પણ કરી.

સબરીમાલા મંદિરને જાણોઃ-
સબરીમાલા અયપ્પા સ્વામીનું મંદિર છે. અયપ્પા સ્વામીને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું સંતાન માનવામાં આવે છે, જે નદીના કિનારે રાજાને મળ્યા હતા. રાજાએ તેમનો પુત્રની જેમ ઉછેર કર્યો હતો. અયપ્પા સ્વામી કુંવારા હતા. તેમના ભવનમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો.

છેલ્લા દસ દિવસમાં કોરોનાના કેસ વધ્યાઃ-
છેલ્લા 10 દિવસમાં કેરળમાં ફરીથી કોરોના કેસ વધી ગયા છે. આ સમયે રાજ્યમાં 30 હજારથી વધારે એક્ટિવ કેસ છે. આ સમયે રોજ 7 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો