તહેવારની શરૂઆત:આજે દેવપોઢી એકાદશી, 24મીએ ગુરુ પૂર્ણિમા અને 9 ઓગસ્ટના રોજ શ્રાવણનો પહેલો સોમવાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે, આ વખતે શ્રાવણમાં શિવપૂજા માટે 9 દિવસ ખૂબ જ ખાસ રહેશે

આજે દેવપોઢી એકદાશીથી જ મહત્ત્વપૂર્ણ તહેવારો શરૂ થઈ રહ્યા છે. જેમાં આજથી ચાતુર્માસની શરૂઆત, 21મીએ વામન બારસ, 22મીએ તીજ પૂજા, 23મીએ અષાઢ પૂનમ, 24મીએ ગુરૂ પૂર્ણિમા અને 9 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની શરૂઆત થશે.

આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર સાથે 2 પ્રદોષ અને માસિક શિવરાત્રિ વ્રત પણ રહેશે. આ શિવ ભક્તો માટે શુભ સંકેત પણ છે. દેવપોઢી એકાદસીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે. આ માન્યતાના કારણે લગભગ 4 મહિના પછી દેવપોઢી એકાદશી સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. પરંતુ જાપ, તપ, દાન, વ્રત, હવન વગેરે કરી શકાશે.

ગુરુ પૂર્ણિમાઃ માનસિક પૂજા કરીને પર્વ ઊજવી શકાય છેઃ-
ગુરુ પૂર્ણિમા પર્વ 24 જુલાઈના રોજ ઊજવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણથી બચવા માટે અનેક જગ્યાએ ગુરુ અને શિષ્યો વચ્ચે અંતર રહેશે. એવામાં ગુરુના ચિત્રની પૂજા, માનસિક નમસ્કાર અને સંચાર સાધનોની મદદથી ગુરુ પૂર્ણિમા પર્વ ઊજવવો જોઈએ. ગુરુ પૂર્ણિમા સાથે જ ચાતુર્માસના અનુષ્ઠાનો પણ શરૂ થઈ જશે.

શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે. આ સિવાય અનેક શુભયોગ પણ આવશે
શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે. આ સિવાય અનેક શુભયોગ પણ આવશે

આ વખતે શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે. આ સિવાય અનેક શુભયોગ પણ આવશે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવતા સોમવારના વ્રતનું ફળ ખૂબ જ જલ્દી મળે છે. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ ભગવાન શિવની પૂજા કરી શકાશે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ઘરમાં કરવામાં આવતી પૂજાનું ફળ મંદિરમાં કરવામાં આવતી પૂજા સમાન જ મળે છે. એટલે ઘરમાં રહેલી વસ્તુઓથી જ પૂજા કરવી જોઈએ.

શ્રાવણ મહિનામાં શિવપૂજાના 9 ખાસ દિવસઃ-

  • પહેલો સોમવારઃ 9 ઓગસ્ટ
  • બીજો સોમવારઃ 16 ઓગસ્ટ
  • ત્રીજો સોમવારઃ 23 ઓગસ્ટ
  • ચોથો સોમવારઃ 30 ઓગસ્ટ
  • પાંચમો સોમવારઃ 6 સપ્ટેમ્બર
  • પ્રદોષ વ્રતઃ શ્રાવણમાં 20 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરના પ્રદોષ વ્રત રહેશે
  • ચૌદશ તિથિઃ 21 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બર