• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Teej Festival Of Vaishakh Shukla Paksha In These Days, Bathing And Donation Gives Manifold Virtue, Every Day From 12 To 16 May There Will Be

વૈશાખ સુદ પક્ષના તિથિ-તહેવાર:આ દિવસોમાં સ્નાન-દાનથી અનેકગણું પુણ્ય મળે છે, 12 થી 16 મે સુધી દરેક દિવસ કોઈ વ્રત કે પર્વ રહેશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશાખ મહિનાનું સુદ પક્ષ 1 મેથી શરૂ થઈ ગયુ છે. જે 16 મે સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન વ્રત અને પર્વના કુલ આઠ દિવસ રહેશે. ત્યાં જ, આ દિવસોમાં 10 મેના રોજ બુધ વક્રી અને 13મીએ અસ્ત થઇ જશે. પછી 15મીએ સૂર્યનું રાશિ પરિવર્તન થશે. 16મેના રોજ વૈશાખ મહિનાના છેલ્લાં દિવસે ચંદ્ર ગ્રહણ રહેશે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પર્વ પણ ઊજવવામાં આવશે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનાના સુદ પક્ષમાં જાણ્યે-અજાણ્યે આપવામાં આવતા નાના દાનનું પણ મોટું પુણ્ય મળે છે. એટલે આ દિવસોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં ખાસ કરીને અનાજ, જળ, કપડાં, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આવતા તિથિ-તહેવારો ઉપર કરવામાં આવતા વ્રત અને સ્નાન-દાનનું પણ અનેકગણું શુભફળ મળે છે.

વૈશાખ સુદ પક્ષના તિથિ-તહેવાર અને પર્વ

અખાત્રીજે કરવામાં આવતા કોઈપણ પ્રકારના દાનનું પુણ્ય અખૂટ રહે છે
અખાત્રીજે કરવામાં આવતા કોઈપણ પ્રકારના દાનનું પુણ્ય અખૂટ રહે છે

અક્ષય તૃતીયા (મંગળવાર, 3 મે)- ગઈકાલે અક્ષય તૃતીયા પર્વ ઊજવવામાં આવ્યું છે. પુરાણોમાં આ દિવસને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસથી સતયુગની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં તેને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અખાત્રીજે કરવામાં આવતા કોઈપણ પ્રકારના દાનનું પુણ્ય અખૂટ રહે છે. આ દિવસે પરશુરામ જયંતી પણ ઊજવવામાં આવે છે.

વૈશાખ સુદ સાતમ (રવિવાર, 8 મે)- પદ્મ પુરાણ પ્રમાણે સુદ પક્ષની સાતમના રોજ ગંગાજીનું પૂજન કરવું જોઈએ, કેમ કે આ તિથિએ મહર્ષિ જહ્નુએ પોતાના જમણાં કાનથી ગંગાજીને બહાર કાઢ્યા હતાં. આ સિવાય થોડાં વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ તિથિએ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. એટલે સાતમથી ત્રણ દિવસ સુધી તેમની મૂર્તિની પૂજા કરવી જોઈએ. આ દિવસ ત્યારે ખાસ માનવામાં આવે છે જ્યારે પુષ્ય નક્ષત્ર હોય.

વૈશાખ સુદ આઠમ (સોમવાર, 9 મે)- વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી દુર્ગાના અપરાજિતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપમાં દેવીની મૂર્તિને કપૂર અને જટામાસીના જળથી સ્નાન કરવું જોઈએ. આ દિવસે વ્રત કરનારને પાણીમાં થોડો કેરીનો રસ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.

મોહિની એકાદશી વ્રત રાખવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે
મોહિની એકાદશી વ્રત રાખવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે

વૈશાખ સુદ નોમ (મંગળવાર, 10 મે)- વૈશાખ સુદ પક્ષની નોમ તિથિએ માતા સીતાનો જન્મ થયો હતો. એટલે આ દિવસે જાનકી નોમ પર્વ ઊજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે રાજા જનકને ખેતરમાં કન્યા સ્વરૂપે માતા સીતા મળ્યાં હતાં.

વૈશાખ સુદ એકાદશી (ગુરુવાર, 12 મે)- વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એકાદશી વ્રત રાખવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. આ વ્રતને કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વૈશાખ પૂર્ણિમા (બુધવાર, 16 મે)- વૈશાખ મહિનાની પૂર્ણિમાએ બ્રહ્માજીએ તલનું નિર્માણ કર્યું હતું. એટલે તે દિવસે કાળા અને સફેદ બંને પ્રકારના તલના પાણીથી નાહવું જોઈએ. આ તિથિએ હવનમાં તલની આહુતિ આપવી જોઈએ. સાથે જ, આ પૂનમે તલ અને મધથી ભરેલાં વાસણનું દાન આપવું. આવું કરવાથી દરેક પ્રકારના પાપ, પરેશાનીઓ અને દોષ દૂર થાય છે.