તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Teej Festival Amavasya Of Bhadrapada Month For Two Days, Shradh And Worship On 6th, Bathing And Donation On 7th Is Auspicious.

તિથિ-તહેવાર:શ્રાવણ મહિનાની અમાસ બે દિવસ સુધી રહેશે, 6 સપ્ટેમ્બરે શ્રાદ્ધ અને પૂજા જ્યારે 7મીએ સ્નાન-દાન કરવું શુભ રહેશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 સપ્ટેમ્બરના રોજ વર્ષની ત્રીજી ભોમાવસ્યા, તે પછી આવતા વર્ષે મંગળવારે અમાસનો સંયોગ બનશે

શ્રાવણ મહિનાની અમાસ તિથિ બે દિવસ એટલે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ રહેશે. અમાસને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે. દર મહિનાની અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિ પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

વ્રત-પૂજા અને શ્રાદ્ધ માટે સોમવાર-
6 સપ્ટેમ્બર, સોમવારના રોજ અમાસ તિથિ સૂર્યોદયના થોડા સમય પછી લગભગ 7.40 કલાકે શરૂ થશે અને આખી રાત રહેશે. એટલે આ દિવસે વ્રત અને પીપળાના ઝાડની પૂજા સાથે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સાથે જ આ દિવસે અમાસ તિથિમાં થતી દરેક પ્રકારની પૂજા કરવામાં આવી શકશે.

7 સપ્ટેમ્બરના રોજ વર્ષની ત્રીજી ભોમાવસ્યા, તે પછી આવતા વર્ષે મંગળવારે અમાસનો સંયોગ બનશે
7 સપ્ટેમ્બરના રોજ વર્ષની ત્રીજી ભોમાવસ્યા, તે પછી આવતા વર્ષે મંગળવારે અમાસનો સંયોગ બનશે

સ્નાન-દાન માટે ભોમાવસ્યા-
7 સપ્ટેમ્બર, મંગળવારે અમાસ તિથિ સૂર્યોદય પછી એટલે લગભગ 6.25 કલાક સુધી રહેશે. એટલે આ દિવસે સ્નાન-દાન કરવું જોઈએ. મંગળવારે આ તિથિ હોવાથી તેને ભોમાવસ્યા કહેવાશે. આ દિવસે તીર્થ કે પવિત્ર નદીના જળમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ આવું કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ પણ દૂર થાય છે. આ દિવસે કરવામાં આવતા દાનનું અનેકગણું પુણ્ય મળે છે. આ વર્ષની ત્રીજી અને છેલ્લી એવી અમાસ છે જે મંગળવારે રહેશે.

અમાસ તિથિ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો-

  • જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરવામાં આવતા કામનું ફળ મળી શકતું નથી.
  • અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદદારી કે વેચાણ અને દરેક પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. આ તિથિમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે.
  • જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.
  • આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક હોય છે.
  • સોમવાર કે ગુરુવારે આવતી અમાસ શુભ માનવામાં આવે છે.
  • રવિવારે અમાસ હોવું અશુભ માનવામાં આવે છે.
  • આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની ખાસ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.