ધન્વંતરિ જયંતિ:તમિલનાડુના ધન્વંતરિ મંદિરમાં ત્રણ દિવસ સુધી ભક્તો સ્વાસ્થ્ય કામના સાથે હવન કરશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ધનતેરસ છે. આ તહેવારમાં દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરવાની પરંપરા છે. પ્રાચીન સમયમાં આ તિથિએ સમુદ્ર મંથનમાંથી ધન્વંતરિ ભગવાન અમૃત કળશ સાથે પ્રગટ થયાં હતાં.

તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં વાલાજપેટમાં ભગવાન ધન્વંતરિનું એક મંદિર આવેલું છે. આ મંદિર શ્રીધન્વંતરિ આરોગ્ય પીઠના નામે પ્રસિદ્ધ છે. ધનતેરસના દિવસે મંદિરના સંસ્થાપક યજ્ઞશ્રી કૈલાઈ જ્ઞાન ગુરુ ડો. શ્રીમુરલીધર સ્વામી દ્વારા મંદિરમાં ત્રણ દિવસ ખાસ હવન કરવામાં આવી રહ્યો છે. હવનની શરૂઆત ધનતેરસના દિવસે એટલે આજે થશે અને અમાસ એટલે દિવાળીના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

ભગવાન ધન્વંતરિનો હળદરથી ખાસ અભિષેક કરવામાં આવશે. સતત ત્રણ દિવસ સુધી ભગવાનની ખાસ પૂજા અને શ્રૃંગાર કરવામાં આવશે. પૂર્ણાહુતિ પછી ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવશે. આ પૂજામાં હજારો ભક્ત સામેલ થશે.
ભગવાન ધન્વંતરિનો હળદરથી ખાસ અભિષેક કરવામાં આવશે. સતત ત્રણ દિવસ સુધી ભગવાનની ખાસ પૂજા અને શ્રૃંગાર કરવામાં આવશે. પૂર્ણાહુતિ પછી ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવશે. આ પૂજામાં હજારો ભક્ત સામેલ થશે.

2004માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી-
વાલાજપેટ વેલ્લોરથી લગભગ 30 કિમી દૂર છે. વાલાજપેટના ધન્વંતરિ મંદિરની સ્થાપના 15 વર્ષ પહેલાં 15 ડિસેમ્બર 2004માં કરવામાં આવી હતી. આ મંદિર ચેન્નઈથી લગભગ 110 કિમી દૂર છે. મંદિરમાં ધન્વંતરિ ભગવાન સાથે જ લગભગ 80 અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત છે. ધન્વંતરિ મંદિરમાં તમિલનાજુ સાથે જ અન્ય પ્રદેશોથી પણ ભક્તો અહીં પહોંચે છે. અહીં મોટાભાગના ભક્ત સ્વાસ્થ્યને લગતી કામના લઈને આવે છે.

મંદિરમાં અનેક પ્રકારના હવન થતાં રહે છે. અહીં એક લાખ આંબળાનું હવન, એક લાખ લાડવાનું હવન, એક લાખ કમળનું હવન, છ હજાર કિલો લાલ મરચાનો હવન જેવા અનેક હવન થઈ ગયાં છે. મંદિરમાં એક ખૂબ જ મોટો હવન કુંડ છે. કુંડમાં અનેક પ્રકારની ઔષધીઓ, જડીબુટ્ટીઓ અને ફળ-ફૂલથી આહુતિ આપવામાં આવે છે. હનવમાં ધન્વંતરિના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

યજ્ઞશ્રી કૈલઈ જ્ઞાનગુરુ ડો. શ્રીમુરલીધર સ્વામીના જણાવ્યા પ્રમાણે ભગવાન ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ધન્વંતરિ જયંતિથી દિવાળી સુધી કરવામાં આવતા હવનમાં ભક્તોના સારા સ્વાસ્થ્યને લગતી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.