તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Surya Sankranti On July 16, Along With Pilgrimage, Bathing And Charity, Worshiping The Rising Sun Increases Age And Positive Energy.

16 જુલાઈએ સૂર્ય સંક્રાંતિ:આ દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે જ ઉગતા સૂર્યની પૂજા કરવાથી ઉંમર અને પોઝિટિવ ઊર્જા વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યપૂજા શરીરના ઊર્જા ચક્રને સક્રિય કરવામાં મદદગાર છે, તેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને ઇચ્છાશક્તિ મજબૂત થાય છે

16 જુલાઈ, શુક્રવારના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે કર્ક સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ પર્વમાં તીર્થ-સ્નાન અને દાન સાથે જ ઉગતા સૂર્યની પૂજા કરવાની પણ પરંપરા છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે. સાથે જ ઉંમર અને પોઝિટિવ ઊર્જા પણ વધે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો સૂર્યને જળ ચઢાવવું ફાયદાકારક હોય છે. કેમ કે, સૂર્યના પ્રકાશમાં વિટામિન ડી હોય છે. જે આપણાં શરીરમાં સીધું પહોંચે છે.

અષાઢ મહિનામાં સૂર્ય ઉપાસના કરવાની પરંપરા છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. સ્કંદ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી પુણ્ય મળે છે અને પાપ પણ દૂર થાય છે. ધર્મગ્રંથોના જાણકાર પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદોમાં સૂર્યને પોઝિટિવ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્ય ઉપાસનાથી પોઝિટિવ ઊર્જા વધે છે.

ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદોમાં સૂર્યને પોઝિટિવ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્ય ઉપાસનાથી પોઝિટિવ ઊર્જા વધે છે
ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદોમાં સૂર્યને પોઝિટિવ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્ય ઉપાસનાથી પોઝિટિવ ઊર્જા વધે છે

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણઃ-
સૂર્યને જળ ચઢાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી શરીરને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે. સૂર્યના કિરણો શરીરમાં રહેલ બેક્ટેરિયાને દૂર કરીને નિરોગી બનાવવાનું કામ કરે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. મનુષ્યનું શરીર પાંચ તત્વોથી બને છે. તેમાંથી એક તત્વ અગ્નિ પણ છે. સૂર્યને અગ્નિનો કારક માનવામાં આવે છે. એટલે સવારે સૂર્યને જળ ચઢાવવાથી તેના કિરણો આખા શરીર ઉપર પડે છે. તેનાથી હાર્ટ, સ્કીન, આંખ, લિવર અને દિમાગ જેવા બધા અંગ સક્રિય થઈ જાય છે.

શરીરના ઊર્જા ચક્રને સક્રિય કરવામાં મદદગારઃ-
જ્યોતિષ ગ્રંથોમાં પણ સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. એટલે સવારે જલ્દી જાગીને સૂર્યદેવના દર્શન કરવાથી મન પ્રસન્ન થાય છે. તેનાથી પોઝિટિવ રહેવા અને સારા કામ કરવાની પ્રેરણા મળે છે. સૂર્ય પૂજાથી શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે. ઉગતા સૂર્યના કિરણો આપણી આંખ માટે સારા હોય છે. તે આપણાં શરીરના ઊર્જા ચક્રને સક્રિય કરવામાં પણ મદદ કરે છે. સૂર્યને જળ ચઢાવવાથી મનમાં સારા વિચાર આવે છે, જેથી પ્રસન્નતા અનુભવ થાય છે. તેનાથી સમજવા અને વિચારવાની શક્તિ પણ વધે છે. તે વ્યક્તિની ઇચ્છાશક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

સૂર્ય પૂજાથી શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે. ઉગતા સૂર્યના કિરણો આપણી આંખ માટે સારા હોય છે
સૂર્ય પૂજાથી શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે. ઉગતા સૂર્યના કિરણો આપણી આંખ માટે સારા હોય છે

ધર્મગ્રંથો પ્રમાણે સંક્રાંતિએ સૂર્યને અર્ઘ્ય આપવાનું મહત્ત્વઃ-
સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે સૂર્યને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમને ભક્તોને પ્રત્યેક્ષ દર્શન આપનાર પણ કહેવામાં આવે છે. એટલે અષાઢ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી વિશેષ પુણ્ય મળે છે.

1- અષાઢ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી સન્માન મળે છે.

2- સફળતા અને ઉન્નતિ માટે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે.

3- દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સૂર્યને જળ ચઢાવવામાં આવે છે.

4- વાલ્મીકિ રામાયણ પ્રમાણે યુદ્ધ માટે લંકા જતા પહેલાં ભગવાન શ્રીરામે પણ સૂર્યને જળ ચઢાવીને પૂજા કરી હતી. જેથી તેમને રાવણ ઉપર વિજય પ્રાપ્ત થયો હતો.