• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Surya Sankranti On 16th: Dhanu Sankranti Festival Will Be Celebrated In An Auspicious Combination Of Tithi Nakshatra, On This Day You Will Get Manifold Auspicious

શુક્રવારે સૂર્ય સંક્રાંતિ:તિથિ-નક્ષત્રના શુભ સંયોગમાં ધન સંક્રાંતિ પર્વ ઊજવાશે, આ દિવસે સ્નાન-દાન અને પૂજા કરવાથી અનેકગણું શુભફળ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને ધન સંક્રાંતિ કહેવામાં આવશે. પંચાંગ પ્રમાણે આ રાશિ પરિવર્તન સવારે લગભગ 10 વાગ્યે થઈ રહ્યું છે. એટલે શુક્રવારે જ આ સંક્રાંતિ પર્વ ઊજવાશે. આ દિવસે સ્નાન-દાન અને સૂર્ય પૂજા કરવાનું મહત્ત્વ રહેશે. આ બધા માટે પુણ્ય કાળ સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મહા પુણ્ય કાળ એટલે અનેકગણું શુભફળ આપનાર સમય સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે.

શુભ સંયોગમાં સંક્રાંતિ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ વખતે સંક્રાંતિ પર્વમાં આયુષ્યમાન અને શુભ નામનો યોગ બની રહ્યો છે. ચંદ્ર ઉત્તરાફાગણ નક્ષત્રમાં રહેશે. જેના સ્વામી સૂર્યદેવ જ છે. સાથે જ, આઠમ તિથિ પણ રહેશે. તેના સ્વામી શિવજી છે. આ પ્રકારે શુભ સંયોગમાં આવતી ધન સંક્રાંતિ દેશ માટે શુભ અને ફાયદાકારક રહેશે. આ દિવસે કરવામાં આવતાં તીર્થ સ્નાન, દાન અને પૂજાપાઠથી બેગણું શુભ ફળ મળશે.

જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે
જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે

સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે અને જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ સંક્રાંતિ ક્યારેય માગશર તો ક્યારેક પોષ મહિનામાં આવે છે. આ વખતે આ પર્વ સૂર્યના જ મહિના એટલે માગશર દરમિયાન આવી રહી છે. ધન સંક્રાંતિ પર્વ હેમંત ઋતુમાં ઊજવવામાં આવે છે. એટલે આ દિવસે ગરમ કપડાં, અનાજ, ધાબળો, ગોળ, તલ અને બૂટ-ચપ્પલ દાન કરવાની પરંપરા છે.

પૂજા વિધિ

  • સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું.
  • પૂજા કરો અને દિવસભર વ્રત અને દાન કરવાનો સંકલ્પ લો
  • પીપળા અને તુલસીને જળ ચઢાવવું. તે પછી ગાયને ઘાસ અથવા અનાજ ખવડાવવું
  • જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો અને કપડાનું દાન કરી શકો છો.
  • સૂર્યોદયથી બે પ્રહર વિતી ગયા પહેલાં એટલે દિવસે 12 વાગ્યા પહેલાં પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...