સંક્રાંતિ પર્વ:મંગળવારે મિથુન રાશિમાં સૂર્ય આવશે, આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના રાશિ પરિવર્તનથી ઋતુઓ બદલાય છે, સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી વરસાદ શરૂ થાય છે

15 જૂન, મંગળવારે મિથુન સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે. તે દિવસને સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. આ પર્વ વર્ષમાં 12 વખત ઊજવવામાં આવે છે. એટલે દર મહિને સૂર્ય રાશિ બદલે છે.

સંક્રાંતિ પર્વમા સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ-સ્નાન અને પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન પણ આપવામાં આવે છે. સૂર્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.

સૂર્યના રાશિ પરિવર્તનથી ઋતુઓ બદલાય છે, સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી વરસાદ શરૂ થાય છે
સૂર્યના રાશિ પરિવર્તનથી ઋતુઓ બદલાય છે, સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી વરસાદ શરૂ થાય છે

સંક્રાંતિ પર્વમાં શું કરવુંઃ-
આ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. આવું ન કરી શકો તો ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. તેના દ્વારા તીર્થ સ્નાનું પુણ્ય મળે છે. તે પછી ઉગતા સૂર્યને પ્રણામ કરો. પછી અર્ઘ્ય આપો. તે પછી ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. છેલ્લે સૂર્યદેવતાને પ્રણામ કરો અને 7 પ્રદક્ષિણા કરો. એટલે એક જ જગ્યાએ ઊભા રહીને 7વાર પરિક્રમા કરતા ફરી જવું.

પૂજા પછી ત્યાં જ ઊભા રહીને શ્રદ્ધા પ્રમાણે દાન કરવાનો સંકલ્પ લો અને દિવસમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન કરો. બની શકે તો આ દિવસે વ્રત પણ કરી શકો છો. આખો દિવસ મીઠા વિનાનું ભોજન કરીને વ્રત રાખવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ધ્યાન રાખવામાં આવતી બાબતોઃ-
સૂર્ય પૂજા માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. થાળીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને ઘીનો દીવો પ્રગટાવવો. દીવો તાંબાનો કે માટીનો હોઈ શકે છે. અર્ઘ્ય આપતી સમયે લોટાના પાણીમાં લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલ પણ રાખો.

ઓમ ધૃણિ સૂર્યઆદિત્યાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય આપો અને પ્રણામ કરો. અર્ઘ્ય આપતી સમયે પાણીને જમીન ઉપર પડવા દેશો નહીં. કોઇ તાંબાના વાસણમાં જ અર્ઘ્ય આપવું જોઈએ. પછી તે પાણી કોઈ ઝાડ કે છોડને અર્પણ કરવું. આ પાણીને કોઈના પગનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.

સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી જ વરસાદની ઋતુ શરૂ થાય છે. થોડા વિદ્વાનો પ્રમાણે મોટાભાગે જ્યારે સૂર્ય મિથુન રાશિથી સિંહ રાશિ સુધી રહે છે ત્યાં સુધી વરસાદ થાય છે
સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી જ વરસાદની ઋતુ શરૂ થાય છે. થોડા વિદ્વાનો પ્રમાણે મોટાભાગે જ્યારે સૂર્ય મિથુન રાશિથી સિંહ રાશિ સુધી રહે છે ત્યાં સુધી વરસાદ થાય છે

મિથુન રાશિમાં પ્રવેશ થયા પછી જ વરસાદ શરૂ થાય છેઃ-
સૂર્ય દેવતાને જ જ્યોતિષનો જનક માનવામાં આાવે છે. તે બધા ગ્રહોના રાજા છે. આ ગ્રહની સ્થિતિથી જ કાલગણના કરવામાં આવે છે. દિવસ-રાતથી લઇને મહિના, ઋતુઓ અને વર્ષની ગણતરી સૂર્ય વિના કરી શકાતી નથી. દર મહિને જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. જેથી ઋતુઓ પણ બદલાય છે. આ કારણે સૂર્યની સ્થિતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી જ વરસાદની ઋતુ શરૂ થાય છે. થોડા વિદ્વાનો પ્રમાણે મોટાભાગે જ્યારે સૂર્ય મિથુન રાશિથી સિંહ રાશિ સુધી રહે છે ત્યાં સુધી વરસાદ થાય છે.