• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Surya Rashi Parivartan (Transit) November 2021; Rashifal (Astrological) Predictions OF Political, Job, Carrier, Weather Forecast And Health

સૂર્યનું રાશિ પરિવર્તન:16 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં સૂર્ય રહેશે; મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોની ઉન્નતિ અને ધનલાભના યોગ બનશે

16 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહેશે. આ રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયા અને બધી જ રાશિઓ ઉપર પડશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યના શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ સાથે મોટા લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે. તેના અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવે છે. નુકસાન અને મોટા લોકો સાથે વિવાદ થાય છે. આંખને લગતી પરેશાનીઓ અને માથાનો દુખાવો રહે છે. કામકાજમાં વિવાદ અને તણાવની સ્થિતિઓ બને છે.

ત્રિગ્રહી યોગથી પરેશાનીઓ વધી શકે છે
હવે સૂર્ય પોતાની નીચ રાશિથી બહાર આવીને મિત્ર રાશિમાં આવી ગયો છે. સાથે જ સૂર્ય ઉપર શનિદેવની વક્રી દૃષ્ટિ પણ રહેશે નહીં. અશુભ સ્થિતિ દૂર થવાથી હવે સૂર્યનું શુભફળ વધશે. સૂર્યના રાશિ પરિવર્તનના 4 દિવસ પછી બુધ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં કેતુ પહેલાંથી જ હાજર છે. એવામાં સૂર્ય-બુધના આવી જવાથી ત્રિગ્રહી યોગ બનશે. ગ્રહોની આ સ્થિતિના કારણે દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક નિર્ણયોથી તણાવ વધી શકે છે. દેશના અનેક ભાગમાં ઠંડી સાથે વરસાદ થઈ શકે છે. બીમારીઓનું સંક્રમણ પણ વધવાની શક્યતા છે. મોટા પદ ઉપર બેઠેલાં લોકોમાં તણાવ અને ભય વધી શકે છે. પાડોસી દેશ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોની ઉન્નતિ અને ધનલાભના યોગ બનશે
સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોની ઉન્નતિ અને ધનલાભના યોગ બનશે

4 રાશિના લોકો માટે સમય શુભ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળની રાશિમાં સૂર્યના આવી જવાથી દેશની અર્થવ્યવસ્થા અને પ્રશાસનમાં મોટા ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. સાથે જ મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. ત્યાં જ, મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલ સમય રહેશે. આ સિવાય કર્ક, તુલા, વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.

મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય શુભ
મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય શુભ રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થવાના યોગ બનશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. વિચારેલાં મોટા કામ પણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો થશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.

ગ્રહોની આ સ્થિતિના કારણે દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક નિર્ણયોથી તણાવ વધી શકે છે.
ગ્રહોની આ સ્થિતિના કારણે દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક નિર્ણયોથી તણાવ વધી શકે છે.

કર્ક, તુલા, વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય
સૂર્યના રાશિ બદલવાથી કર્ક, તુલા, વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 4 રાશિના જાતકોના કામ પૂર્ણ થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની સ્થિતિ બની શકે છે. સાથે જ ધનલાભ પણ થઈ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.

મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે મુશ્કેલ સમય
સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, સિંહ અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનસમાં સમય મુશ્કેલીભર્યો રહેશે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના લોકોએ સાવધાન રહેવું. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થશે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું.

સૂર્યને લાલ ફૂલ ચઢાવો. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થઈ જાય છે.
સૂર્યને લાલ ફૂલ ચઢાવો. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થઈ જાય છે.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી પીવડાવવું. શુભફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવો. જે રાશિના લોકો ઉપર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોને પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવો. જાસૂદનું ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થઈ જાય છે.