આજે ઉત્પત્તિ એકાદશી:આજે એકાદશીએ સૂર્યાસ્ત પછી તુલસી માતાની પૂજા કરવી, દીવો પ્રગટાવી પરિક્રમા કરો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે રવિવાર, 20 નવેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે, કેમ કે આ તિથિએ એકાદશી નામના એક દેવી પ્રકટ થયા હતાં. રવિવારે એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુ સાથે જ સૂર્યદેવ, શિવજી, શ્રીકૃષ્ણની પૂજા કરવી. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કારતક મહિનામાં શ્રીકૃષ્ણની પૂજા રોજ કરવી જોઈએ, કેમ કે આ મહિનાને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. જે લોકો આ વ્રત કરે છે, તેમણે સૂર્યાસ્ત પછી તુલસી માતાની પૂજા કરવી જોઈએ.

સૂર્યાસ્ત પછી તુલસીની પૂજા
એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે જ તુલસી પૂજા કરવી જોઇએ. આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઇએ નહીં. એકાદશીએ તુલસી અને શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે.

તુલસી નામાષ્ટક મંત્ર
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

આજે ઉત્પત્તિ એકાદશી, આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે
આજે ઉત્પત્તિ એકાદશી, આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે

મંત્ર જાપની સરળ વિધિ
સૂર્યાસ્ત બાદ સ્નાન કરો. ત્યાર બાદ તુલસીની પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો ભોગ ધરાવો. ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સામે બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા 108 હોવી જોઇએ.

આ મંત્રનો જાપ પણ કરી શકાય છે
તુલસી પાસે બેસીને તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઇએ.

ऊँ श्री तुलस्यै विद्महे। विष्णु प्रियायै धीमहि। तन्नो वृन्दा प्रचोदयात्।।