30 નવેમ્બરે નંદા સપ્તમી:આ તિથિએ મિત્ર નામના સૂર્ય પ્રગટ થયાં હતાં, તેમની પૂજા કરવાથી ઉંમર વધે છે અને દોષ પણ દૂર થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

30 નવેમ્બર, બુધવારે નંદા સાતમનું વ્રત કરવામાં આવશે. માગશર મહિનાના સુદ પક્ષની સાતમ હોવાથી નારદ પુરાણમાં આ દિવસે સૂર્ય માટે ‘મિત્ર વ્રત’ કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ ઉગતા સૂર્યને જળ ચઢાવવાની સાથે આખો દિવસ વ્રત રાખીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓથી મુક્તિ મળે છે. દરેક પ્રકારના દોષ પણ દૂર થઈ જાય છે. આ વ્રત કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સફળતા મળે છે.

ઉગતા સૂર્યને જળ ચઢાવવાની પરંપરા
માગશર મહિનાની સાતમ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આખો દિવસ શ્રદ્ધાપ્રમાણે દાન, વ્રત અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે ભગવાન સૂર્યના 12 નામનો જાપ કરીને પૂજા કરવાનું વિધાન છે.

સૂર્ય પૂજા કરવાથી સાંબને દિવ્ય જ્ઞાન મળ્યું હતું. શ્રીકૃષ્ણએ પણ સ્વયં સૂર્ય પૂજાનો ઉલ્લેખ કર્યો છે.
સૂર્ય પૂજા કરવાથી સાંબને દિવ્ય જ્ઞાન મળ્યું હતું. શ્રીકૃષ્ણએ પણ સ્વયં સૂર્ય પૂજાનો ઉલ્લેખ કર્યો છે.

સાતમ તિથિએ તાંબાના લોટામાં જળ, ચોખા અને લાલ ફૂલ રાખીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતી સમયે ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્ર બોલીને શક્તિ, બુદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરો. જળ ચઢાવ્યા પછી ધૂપ અને દીવા પ્રગટાવીને સૂર્યદેવની પૂજા કરો. આ તિથિએ તાંબાનું વાસણ, પીળું કે લાલ કપડું, ઘઉં, ગોળ, માણિક, લાલ ચંદનનું દાન કરો. આ દિવસે વ્રત કરો. એક સમયે ફળાહાર કરી શકો છો પરંતુ દિવસભર મીઠાનું સેવન કરશો નહીં.

નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કશ્યપ ઋષિના તેજ અને અદિતિના ગર્ભમાંથી મિત્ર નામના સૂર્ય પ્રકટ થયાં. જે હકીકતમાં ભગવાન વિષ્ણુની જમણી આંખની શક્તિ હતી. એટલે આ તિથિએ શાસ્ત્રોક્ત વિધિથી તેમનું પૂજન કરવું જોઈએ. સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા કરવાથી સાત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પછી તેમને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ. તે પછી સ્વયં ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સૂર્ય સાતમ તિથિના સ્વામી છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જ્યોતિષ ગ્રંથોમાં સાતમ તિથિના સ્વામી સૂર્ય જણાવવામાં આવ્યાં છે. એટલે સુદ પક્ષની સાતમ તિથિએ ઉગતા સૂર્યને જળ ચઢાવવાની પરંપરા પુરાણોમાં ઉલ્લેખવામાં આવી છે. ભવિષ્ય પુરાણમાં પણ શ્રીકૃષ્ણના પુત્ર સાંબ દ્વારા સૂર્ય પૂજા કરવાનો ઉલ્લેખ છે. આ સૂર્ય પૂજા કરવાથી સાંબને દિવ્ય જ્ઞાન મળ્યું હતું. શ્રીકૃષ્ણએ પણ સ્વયં સૂર્ય પૂજાનો ઉલ્લેખ કર્યો છે.