સ્નાન-દાન અને પિતૃ પૂજાનો પર્વ:ચૈત્ર અમાસના દિવસે ભરણી નક્ષત્રમા સૂર્ય-ચંદ્રની યુતિ બનશે, આ સમૃદ્ધિ આપનાર યોગ કહેવાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 મેના રોજ અમાસ તિથિમા જ સૂર્યોદય થવાના કારણે મંગળવારે જ સ્નાન-દાન અને પિતૃઓની પૂજા કરવી શુભ રહેશે

ચૈત્ર મહિનાની અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેશે. ત્યાં જ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો હોવાથી આ તિથિએ સ્નાન અને દાન કરવાથી પાપ દૂર થઈ જાય છે. 11 મેના રોજ અમાસ તિથિ સૂર્યોદયથી શરૂ થઈને અડધી રાત સુધી રહેશે. એટલે આ દિવસે સ્નાન-દાન અને પિતૃઓની પૂજા કરવી શુભ રહેશે. ચૈત્ર અમાસ દરમિયાન સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ દરમિયાન નદીઓમાં સ્નાન કરવું પુણ્યદાયી માનવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે નદીઓમા સ્નાન કરવું શક્ય નથી. એટલે પોતાના જ ઘરમાં પવિત્ર નદીઓના જળથી કે પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવાથી ચૈત્ર અમાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકાય છે.

અમાસ તિથિએ પિતૃ શાંતિ અને રોગનાશ માટે કરવામા આવેલ દાન અને પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે
અમાસ તિથિએ પિતૃ શાંતિ અને રોગનાશ માટે કરવામા આવેલ દાન અને પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે

સ્નાન-દાન અને વ્રતની વિધિઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યોદય પહેલા જાગવું. પછી નાહવાના પાણીમા નર્મદા, ગંગા કે કોઇપણ પવિત્ર નદીનું જળ મિક્સ કરી લેવું. સાથે જ થોડા તલ પણ મિક્સ કરવા. આ પાણીથી સ્નાન કરતી સમયે 7 પવિત્ર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પ્રણામ કરો. મહામારી કે વિપરિત પરિસ્થિતિઓ દરમિયાન આવું કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે.

11 મેના રોજ અમાસ ભરણી નક્ષત્રમાં શરૂ થશે. આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. આ ગ્રહ સુખ અને સમૃદ્ધિ આપનાર છે. એટલે શુક્રના પ્રભાવથી અમાસ તિથિએ પિતૃ શાંતિ અને રોગનાશ માટે કરવામા આવેલ દાન અને પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

અમાસ તિથિઃ-
10 મેના રોજ રાતે લગભગ 10 વાગ્યાથી અમાસ શરૂ થઈ જશે. જે 11 મેના રોજ આખો દિવસ અને અડધી રાત એટલે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. એવામાં મંગળવારે જ સ્નાન, દાન, વ્રત અને પૂજા-પાઠ કરવા જોઈએ. આ વખતે અમાસને લઇને પંચાંગ ભેદ રહેશે નહીં.