નવા વર્ષમાં ચાર ગ્રહણ થશે. જેમાં પહેલું સૂર્યગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. બીજું ઉપછાયા ચંદ્રગ્રહણ રહેશે. જે બુદ્ધ પૂર્ણિમાએ થશે અને દેશમાં દેખાશે. તે પછી વલયાકાર સૂર્યગ્રહણ રહેશે. જે ભારતમાં દેખાશે નહીં. તે પછી શરદ પૂનમે આંશિક ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાશે. આ પ્રકારે નવા વર્ષમાં માત્ર બે ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાશે. જેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે.
પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે
પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. જે કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. પરંતુ ભારતમાં દેખાશે નહીં. એટલે તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં. આ ગ્રહણ દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત અને હિંદ મહાસાગરમાં દેખાશે.
પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ થશે
5 મેના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણ થશે. એટલે ચંદ્ર ઉપર પડતો પૃથ્વીનો પડછાયાનો પણ એક પડછાયો હોવાથી આ ગ્રહણ દેખાશે નહીં. એટલે તેનું પણ ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. આ ચંદ્રગ્રહણ યૂરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અન્ટાર્કટિકા, પ્રશાંત, અટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં દેખાશે.
બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે
વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ થશે. જે વલયાકાર રહેશે. જે ભારતમાં દેખાશે નહીં. એટલે દેશમાં તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં. આ સૂર્યગ્રહણ ટેક્સાસથી શરૂ થઈને મેક્સિકો સાથે જ મધ્ય અમેરિકા, કોલંબિયા અને બ્રાઝિલના થોડાં ભાગમાંથી પસાર થઈને અલાસ્કા અને આર્જેન્ટિના સુધી દેખાશે.
છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે રાતે થશે. જે આંશિક ચંદ્રગ્રહણ ભારતના અનેક ભાગમાં જોવા મળશે. આ દિવસે શરદ પૂનમ રહેશે. આ ચંદ્રગ્રહણ રાતે 1.05 વાગે શરૂ થશે અને રાતે 2.24 કલાકે પૂર્ણ થઈ જશે. આ પ્રકારે લગભગ 1 કલાક 19 મિનિટ સુધી આ ગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારત સાથે જ એશિયાના અનેક દેશો સહિત યૂરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર-દક્ષિણ આફ્રિકા, આર્કટિક, અન્ટાર્કટિકા, પ્રશાંત, અટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં દેખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.