તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Surya Grahan 2021 June 10th Time; Planets Rashi | Solar Eclipse In Hindu Calendar Jyeshtha Month, Planetary (Grah) Positions Effects On Rain Storm Cyclone To Earthquakes

10 જૂને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ:દેશમાં આ ગ્રહણની અસર થશે નહીં, આ દિવસે શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત પણ રહેશે

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ વલયાકાર સૂર્યગ્રહણ રહેશે જે ભારતીય સમય પ્રમાણે બપોરે 1.42 વાગે શરૂ થશે અને સાંજે 6.41 વાગે પૂર્ણ થશે

આ સપ્તાહ 10 જૂનના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. જે વલયાકાર રહેશે. આ ગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.42 વાગે શરૂ થશે, પરંતુ ભારતમાં જોવા મળશે નહીં. જેથી તેની અસર પણ અહીં થશે નહીં. તે પછી બીજું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરના રોજ લાગશે. તે ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે નહીં અને તે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે.

ગુરુવાર, 10 જૂનનું ગ્રહણ ભારતીય પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ તિથિએ લાગશે. પરંતુ દેશમાં કોઈ સ્થાને ન દેખાવાથી તેનું સૂતક પણ લાગશે નહીં. ખાસ વાત એ પણ છે કે આ દિવસે શનિ જંયતિ અને અમુક જગ્યાએ વટ સાવિત્રી વ્રત પણ ઊજવાશે.

આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીંઃ-
ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણ બપોરે 1.42 વાગે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય સાંજે 4.11 વાગે રહેશે. ત્યાં જ, સાંજે 6.41 વાગે ગ્રહણ પૂર્ણ થઈ જશે. વલયાકાર ગ્રહણ 3 મિનિટ 48 સેકેન્ડ સુધી રહેશે. આ ગ્રહણ ઉત્તર-પૂર્વ અમેરિકા, યૂરોપ, ઉત્તર એશિયા, ઉત્તર અટલાન્ટિક સમુદ્રમા જોવા મળી શકે છે.

ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણ બપોરે 1.42 વાગે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય સાંજે 4.11 વાગે રહેશે. ત્યાં જ, સાંજે 6.41 વાગે ગ્રહણ પૂર્ણ થઈ જશે.
ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણ બપોરે 1.42 વાગે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય સાંજે 4.11 વાગે રહેશે. ત્યાં જ, સાંજે 6.41 વાગે ગ્રહણ પૂર્ણ થઈ જશે.

સૂતક લાગશે નહીં, દિવસભર પૂજા-પાઠ કરી શકો છોઃ-
વૈશાખ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ તો લાગશે પરંતુ ભારતમાં જોવા મળશે નહીં જેથી તેની અસર અહીંના લોકો ઉપર થશે નહીં. આ કારણે મંદિર પણ બંધ રહેશે નહીં. સાથે જ આ દિવસે અમુક જગ્યાએ વટ સાવિત્રી વ્રત અને શનિ જંયતિના પૂજા-પાઠ આખો દિવસ કરી શકાશે. સાથે જ, શનિદોષથી છુટકારો મેળવવા માટે આખો દિવસ દાન કરી શકાશે.

ગ્રહોની સ્થિતિઃ-

 • વૃષભ રાશિમાં- સૂર્ય, ચંદ્ર, બુધ અને રાહુ
 • મિથુન રાશિમાં- શુક્ર
 • કર્ક રાશિમાં- મંગળ
 • વૃશ્ચિક રાશિમાં- કેતુ
 • મકર રાશિમાં- શનિ
 • કુંભ રાશિમાં- ગુરુ