તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Surdas Jayanti Was Born On May 17, 500 Years Ago, Sri Krishna Devotee Surdas, He Could Not See But Understood The Matter Of The Mind.

સૂરદાસ જયંતી:500 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણના ભક્ત સૂરદાસનો જન્મ થયો હતો, તેઓ જોઈ શકતા નહીં પરંતુ મનની વાત સમજી શકતા હતાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મથુરા-આગ્રાની વચ્ચે રૂનકતા ગામમાં સંત સૂરદાસનો જન્મ થયો હતો, તેમના ગુરુ વલ્લભાચાર્ય પાસેથી પુષ્ટિમાર્ગની દીક્ષા મળી હતી

કૃષ્ણ ભક્ત સંત સૂરદાસનો જન્મ વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ ઊજવવામાં આવે છે. જે આ વર્ષે સૂરદાસ જંયતી તરીકે 17 મેના રોજ ઊજવવામાં આવશે. હિંદુ સાહિત્યમા ભગવાન શ્રીકૃષ્ણના ઉપાસક અને બ્રજભાષાના મહત્ત્વપૂર્ણ કવિ મહાત્મા સૂરદાસનો જન્મ 1478 ઈ.સ.માં રૂનકતા નામના ગામમાં થયો હતો. આ ગામ મથુરા-આગ્રાની વચ્ચે આવેલું છે.

થોડા વિદ્વાનો પ્રમાણે સંત સૂરદાસનો જન્મ સીહી નામના ગામમાં એક ગરીબ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તે પછી તેઓ આગ્રા અને મથુરાની વચ્ચે ગઊઘાટમાં આવીને રહેવા લાગ્યાં હતાં. સૂરદાસના પિતા રામદાસ, ગાયક હતાં. થોડા દિવસો સુધી સૂરદાસ આગ્રાની પાસે ગઊઘાટમા રહેતા હતાં. ત્યા જ તેમને શ્રીવલ્લભાચાર્ય મળ્યા અને સૂરદાસ તેમના શિષ્ય બની ગયાં. ગુરુ વલ્લભાચાર્યએ તેમને પુષ્ટિમાર્ગની દીક્ષા આપી અને શ્રીકૃષ્ણ લીલાના પદ ગાવાનો આદેશ આપ્યો.

સંત સૂરદાસ સાથે જોડાયેલી કથાઓઃ-

1- માન્યતા છે કે સૂરદાસ જોઈ શકતા નહોતા. પરંતુ તેમની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અંતર્મનમાં જ દર્શન આપ્યાં હતાં. એકવાર જ્યારે ગુરુ વલ્લાભાચાર્ય પાસે બેસીને સૂરદાસ કૃષ્ણ ભજન કરી રહ્યા હતાં ત્યારે ગુરુજી માનસિક પૂજા કરી રહ્યા હતાં. તે પૂજા દરમિયાન તેઓ શ્રીકૃષ્ણને હાર પહેરાવી શકતા નહોતાં. સૂરદાસજીએ તેમના મનની વાત જાણીને કહ્યું કે હારની ગાંઠ ખોલીને ભગવાનના ગળામા પહેરાવો અને પછી ગાંઠ બાંધી લો. આ પ્રકારે ભગવાન હાર પહેરી લેશે. તે પછી ગુરુ વલ્લભાચાર્યજી સમજી ગયા કે સૂરદાસ ઉપર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા છે.

2. એકવાર શ્રીકૃષ્ણ ભક્તિમાં ડૂબેલા સૂરદાસ જોઈ ન શકવાના કારણે એક કુવામા પડી ગયાં. શ્રીકૃષ્ણ ભક્તિમા ડૂબેલા હોવાના કારણે સૂરદાસ ગભરાયા નહીં. આ અંગે કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની કૃપાથી તેમને બચાવ્યા અને તેમને અંતઃકરણમાં દર્શન પણ આપ્યાં હતાં. તે પછી ભગવાને પ્રસન્ન થઇને સૂરદાસને આંખનું તેજ પાછું આપવાનું વરદાન પણ આપ્યું પરંતુ સૂરદાસજીએ એવું કહીને ના પાડી દીધી કે તેઓ શ્રીકૃષ્ણ સિવાય કોઇને જોવા માગતા નથી. આ સાંભળી ભગવાન પ્રસન્ન થયાં.