તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂર્યનું રાશિ પરિવર્તન:સૂર્યદેવતા જ્યોતિષના જનક છે, તેમના રથમાં 7 ઘોડા સાત દિવસનું પ્રતીક છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઋગ્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, તેનાથી ઉંમર અને સુખ પણ વધે છે

15 જૂનના રોજ સૂર્ય સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે સ્નાન-દાન સાથે જ સૂર્ય પૂજાની પરંપરા છે. વેદોમા સૂર્યને પ્રત્યેક્ષ દેવતા જણાવવામાં આવે છે. સાથે જ તેઓ પંચદેવોમાંથી એક છે. એટલે તેમની પૂજાને જરૂરી માનવામાં આવે છે. સૂર્યદેવતાની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થાય છે. સાથે જ તેમને મનોકામના પૂર્ણ કરનાર પણ કહેવામાં આવે છે. એટલે દર મહિને જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે દિવસે સંક્રાંતિ પર્વ ઊજવીને ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષના જનક સૂર્યદેવઃ-
સૂર્યદેવની પૂજા 12 મહિનાઓમાં વિવિધ નામ સાથે કરવામાં આવે છે. સૂર્ય દેવતાને જ જ્યોતિષના જનક માનવામા આવે છે. તે બધા ગ્રહોના રાજા છે. આ ગ્રહની સ્થિતિથી જ કાલગણના કરવામાં આવે છે. દિવસ-રાતથી લઇને મહિના, ઋતુઓ અને વર્ષોની ગણના સૂર્ય વિના કરવામાં આવતી નથી.

તે દર મહિને રાશિ બદલે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી જ વાતાવરણમાં ફેરફાર થાય છે. પક્ષીરાજ ગરુડના ભાઈ અરૂણ સૂર્યદેવનો રથ ચલાવે છે. આ રથમાં 7 ઘોડા છે જે 7 દિવસના પ્રતીક છે. ગાયત્રી મંત્રમાં પણ સૂર્યદેવની ઉપાસના કરવામાં આવી છે.

યજુર્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ વ્યક્તિના દરેક કામના સાક્ષી છે. તેમનાથીં કોઈપણ કામ કે વ્યવહાર છુપાયેલું નથી
યજુર્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ વ્યક્તિના દરેક કામના સાક્ષી છે. તેમનાથીં કોઈપણ કામ કે વ્યવહાર છુપાયેલું નથી

વેદ અને ઉપનિષદમાં સૂર્યઃ-
ઋગ્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય પૂજા દ્વારા પાપમાંથી મુક્તિ મળે છે. બીમારીઓ દૂર થાય છે. સૂર્ય પૂજાથી ઉંમર અને સુખ વધે છે. સાથે જ દરિદ્રતા પણ દૂર થાય છે. યજુર્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ વ્યક્તિના દરેક કામના સાક્ષી છે. તેમનાથીં કોઈપણ કામ કે વ્યવહાર છુપાયેલું નથી. એટલે તેમની આરાધના કરવી જોઈએ. સૂર્યોપનિષદ પ્રમાણે બધા દેવતા, ગંધર્વ અને ઋષિ સૂર્યના કિરણોમાં નિવાસ કરે છે. સૂર્ય ભગવાનની ઉપાસના વિના કોઇપણ વ્યક્તિનું કલ્યાણ થઈ શકતું નથી.

પુરાણોમાં સૂર્યપૂજાઃ-
બ્રહ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ સર્વશ્રેષ્ઠ દેવતા છે. તેમની ઉપાસના કરનાર ભક્ત જે સામગ્રી તેમને ચઢાવે છે સૂર્યદેવ તેમને લાખ ગણું પાછું આપે છે. સ્કંદ પુરાણ પ્રમાણે સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું પાપ મનાય છે. સૂર્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સંક્રાંતિ પર્વમાં સૂર્યને અર્ઘ્ય આપવું અને દાન કરવાથી દરેક પ્રકારની શારીરિક પરશાનીઓ દૂર થઇ જાય છે અને ઉંમર વધે છે.

ઋગ્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, તેનાથી ઉંમર અને સુખ પણ વધે છે
ઋગ્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, તેનાથી ઉંમર અને સુખ પણ વધે છે

પંચદેવોમાં સૂર્યઃ-
પુરાણોમાં ભગવાન સૂર્ય, શિવ, વિષ્ણુ, ગણેશ અને દેવી દુર્ગાને પંચદેવ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઇ જાય છે. આ 5 દેવોને નિત્ય દેવતા અને મનોકામના પૂર્ણ કરનાર પણ કહેવામાં આવે છે. એટલે દરેક મહિનામાં જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે દિવસ સંક્રાતિ પર્વ તરીકે ઊજવીને ભગવાન સૂર્યને વિશેષ પૂજા કરવામાં આવે છે.