કુંભ લગ્નમાં સંક્રાંતિનો પુણ્યકાળ હોવો શુભ રહેશે. સ્થિર લગ્ન હોવાથી આ સમયે કરવામાં આવતા શુભ કાર્યોનું ફળ સ્થિર હોય છે. એટલે સ્નાન-દાનથી મળતું પુણ્ય અખૂટ રહેશે. સાથે જ, આ દિવસે પ્રીતિ અને ધ્વજ નામના બે શુભ યોગ પણ બની રહ્યા છે. જેથી આ દિવસ વધારે ખાસ થઈ જશે. 3 યોગના કારણે આ દિવસે પ્રોપર્ટી, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદી કરવું શુભ રહેશે.
શુભ ગ્રહ સ્થિતિ
આ સંક્રાંતિએ સૂર્ય પોતાના મિત્ર ગ્રહ ગુરુ સાથે યુતિ બનાવશે. સાથે જ, પોતાના મિત્ર ગ્રહ મંગળના નક્ષત્રમાં રહેશે. આ સંક્રાંતિએ સૂર્ય-શનિનો અશુભ યોગ પણ દૂર થશે. ગ્રહોની આ સ્થિતિ બધા લોકો માટે શુભ ફળદાયી રહેશે. સાથે જ, તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી 3 શુભ યોગ બનવાથી આ પર્વમાં દરેક પ્રકારની ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.
રવિવારે અર્ઘ્ય અને સ્નાન-દાનથી પુણ્ય વધશે
રવિવારના રોજ સૂર્યોદય પહેલાં સૂર્ય રાશિ બદલીને કુંભમાં જતો રહેશે. એટલે રવિવારે તીર્થ સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું પુણ્ય ફળ વધી જશે. કેમ કે આ દિવસનો સ્વામી સૂર્ય હોય છે. આ દિવસે મહા મહિનાની બારસ તિથિ હોવાથી પણ આ પર્વનું મહત્ત્વ વધી જશે. કેમ કે, આ તિથિના સ્વામી વિષ્ણુ છે અને ગ્રંથોમાં સૂર્યને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનીને સૂર્ય નારાયણ સ્વરૂપે પૂજા કરવાનું વિધાન છે.
આ દિવસે તલનું ખાસ મહત્ત્વ
સૂર્ય ગ્રહ સત્તા, વ્યવસ્થા અને સરકારનો સ્વામી છે. તેમની પૂજા કરવાથી એશ્વર્ય અધિકાર કરે છે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે સંક્રાંતિના દિવસે તલનું ખાસ મહત્ત્વ હોય છે. આ પર્વમાં છ કામ તલથી કરવા જોઈએ. સૌથી પહેલાં તલ જળમાં રાખીને અને તલના તેલનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યદેવને જળમાં તલ રાખીને અર્ઘ્ય આપવું જોઈે. તલનું દાન અને પછી પ્રસાદ તરીકે તલ ખાવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.